ગરદનની ચરબી દૂર કરવા અજમાવો ફક્ત આ 5 ઉપાય - Sandesh
NIFTY 11,429.50 -41.20  |  SENSEX 37,869.23 +-155.14  |  USD 68.8250 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • ગરદનની ચરબી દૂર કરવા અજમાવો ફક્ત આ 5 ઉપાય

ગરદનની ચરબી દૂર કરવા અજમાવો ફક્ત આ 5 ઉપાય

 | 6:40 pm IST

સ્થૂળતાની અસર આપણા આખા શરીર પર જોવા મળે છે. પેટ, ગરદન અન સાથળ પર પણ ચરબી જમા થઇ જાય છે. તો કેટલીક વાર એવુ પણ થાય છે કે ગરદન પર પણ ચરબી જામી જાય છે તો ગરદન નજર આવી છે. જે ઘણું અજીબ લાગે છે. જો તમે પણ ગરદન પર જામી ગયેલી વધારાની ચરબીથી પરેશાન છો તો અમે તમને સહેલી ટિપ્સ જણાવીશું જે અપનાવીને તમે પણ ગળાની ચરબીથી છૂટકારો મેળવી શકો છો.

બેસવાની પોઝિશન
ક્યારેય પણ ટેઢા કે વાંકા થઇને ન બેસવું જોઇએ. આ રીતે બેસવાથી ગરદન પર પર પણ ચરબી જમા થાય છે.જેથી તમારુ લુક ખરાબા લાગી શકે છે.

ચ્યુઇંગમ ચાવવી
જો તમે કોઇ એક્સરસાઇઝ કરવા નથી માંગતા તો તમે ચ્યુઇંગમનો સહારો લઇ શકો છો. ચ્યુઇંગમ ચાવવાથી ચહેરાની સાથે સાથે ગરદનની ચરબી પણ ઓછી થઇ જાય છે.

એક્સરસાઇસ
ગરદનની ચરબી દૂર કરવા માટે બિલકુલ સીધા ઉભા રહીને ધીમે-ધીમે મોં બંધ કરીને માથાને ઉપર તરફ ઉઠાવો. હવે મોં ખોલીને મોં ખોલીને એવી રીતે ચાવો જેમ કે તેમ ચ્યુઇંગમ ચાવો છો. તે સિવાય મોર્નિંગ વોક અને સાઇકલિંગ પણ કરો.

યોગ્ય ડાયેટ જરૂરી
સેચુરેટેડ ફેટ્સ વાળા ફુડ જેમ કે ફાસ્ટ અને પેકેટ ફૂડને અવોઇડ કરો. એવી વસ્તુનું સેવન કરો જેનાથી તમને ન્યુટ્રિશન મળે..તમે અનાજ તેમજ લીલા શાકભાજીનું સેવન કરવું જોઇએ.

હાઇડ્રેશન
શરીરમાં ક્યારેય પણ પાણીની ઉણપ ન થવા દો. કારણકે તેનાથી અનેક પ્રકારની સમસ્યાઓ થઇ શકે છે. પાણીની ઉણપને કારણે ત્વચા ડ્રાય અને ગરદન પર ચરબી જમા થવા લાગે છે. જેથી પાણી અને ડ્રિંક્સ પીવા જરૂરી છે. ધ્યાન રાખો કે વધારે ગળ્યું કે શુગર યુક્ત ડ્રિંક્સ ન પીઓ.