Health Remove sinus problem follow home remedy
  • Home
  • Featured
  • લસણ સહિતની આ વસ્તુથી સાઇનસની સમસ્યા કાયમ માટે થશે દૂર

લસણ સહિતની આ વસ્તુથી સાઇનસની સમસ્યા કાયમ માટે થશે દૂર

 | 3:48 pm IST

સાઇનસથી અવાજમાં બદલાવ, માથાનો દુખાવો, કફ આવવો અને તનાવી જેની સ્થિતિ થઇ જાય છે. આ એક એવી સમસ્યા છે જે દવાઓના સેવન બાદ પણ દૂર થઇ શકતી નથી. પરંતુ કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને આ સમસ્યાથી રાહત મળી શકે છે. આવો જોઇએ કેવી રીતે ઘરેલુ નુસખાથી સાઇનસની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

લસણ

લસણમાં એન્ટીબેક્ટેરીઅલ ગુણ રહેલા છે. જે સ્વાસ્થ્ય સંબંદી સમસ્યાઓ માટે ફાયદાકારક હોય છે. રોજ ત્રણ-ચાર લસણની કળી ખાવાથી સાઇનસમાં આરામ મળે છે. સાથે જ સાઇનસના સંક્રમણને વધવાથી રોકે છે.

ગાજરનો રસ

આ સમસ્યા માટે તમે ગાજરનો રસ પી શકો છો. તેને બીટ અને પાલકના રસને સાથે મિક્સ કરીને પણ પી શકો છો. સાઇનસની સમસ્યા માટે આ એક અસરકારક ઉપાય છે.

સ્ટીમ લો

સાઇનસમાં નાકની પાસેની ત્વચાને ભેજ વાળી રાખવાની હોય છે. જેના માટે ચહેરા માટે ગરમ પાણીની વરાળ લઇન શકો છો. તે સિવાય ગરમ પાણીમાં ટુવાલ ડૂબાડીને તમારા ચહેરા પર રાખી લો, રોજ તેને 5-10 મિનિટ કરવાથી આરામ મળે છે.

પાણી પીઓ

શરીરમાં પાણીની ઉણપના કારણથી સાઇનસની સમસ્યા થાય છે. જો તમે પણ આ સમસ્યામાંથી પસાર થઇ રહ્યા છો તો છઇ શકે છે કે આ બીમારી ગંભીર રૂપ લઇ શકે છે. જેના કારણથી શ્વાસ સંબંધી બીમારીનો શિકાર થવું પડે છે.

અજમાનું તેલ

અજમાના તેલના થોડાક ટીંપા પાણીમાં ઉમેરો અને તેનો ઉકાળી લોય હવે આ પાણીથી ચહેરા પર નાસ (વરાળ) લો. જેથી તમને આરામ મળી શકે છે.

 

આ પણ જુઓ : ત્રાંબાની ધાતુનો ઉપયોગ કરી રહો સ્વસ્થ તંદુરસ્ત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન