Health Restaurant salts and peppers are filled with dirt
  • Home
  • Health & Fitness
  • ગંદકીથી ભરેલી હોય છે રેસ્ટોરન્ટની મીઠા અને કાળામરીની ડબ્બીઓ,

ગંદકીથી ભરેલી હોય છે રેસ્ટોરન્ટની મીઠા અને કાળામરીની ડબ્બીઓ,

 | 9:03 am IST

બહાર ખાવું ક્યારેય હેલ્ધી હોતુ નથી. પરંતુ લોકો બહાર ખાવાથી પાછળ હટતા નથી. ઘણા રેસ્ટોરન્ટ સામેથી ભલે મેનટેન દેખાય પરંતુ તેમના વોશરૂમ અને કિચન હાઇજીનના મામલામાં કોઇનો પણ મૂડ ઓફ કરી શકે છે. આ બન્ને સિવાય રેસ્ટોરન્ટમાં કેટલીક એવી વસ્તુઓ પણ હોય છે. જે એટલા સાફ નથી હોતા કે જે તમે સમજો છો. તો આજે અમે તે અંગે જણાવીશુ કે રેસ્ટોરન્ટની કેટલીક એવી વસ્તુઓ હોય છે જે સાફ હોતી નથી.

તમને જણાવી દઇએ કે એકલા મેન્યુ કાર્ડમાં સરેરાશ 185000 બેક્ટેરિયા હોય છે અને તેને રેસ્ટોરન્ટની સૌથી ગંદી આઇટમ માની શકાય છે. રેસ્ટોરન્ટની બીજી સૌથી ગંદી આઈટમ જે તમારી સામે જ રહે છે. આ આઇટમ છે કાળામરીનો ભૂકો જે ટેબલ પર રાખવામાં આવે છે અને જેને આપણે સૂપ સલાડ વગેરેમાં આરામથી ઉપયોગમાં લઇએ છીએ. એ પણ તમારા માટે યોગ્ય નથી. એ સાફ ભલે ન દેખાય પરંતુ શેકર પર અનેક માઇક્રોઓર્ગેનિજમ હોય છે. તમને જણાવી દઇએ મીઠુ, કેચઅપ, વિનેગર, મસ્ટર્ડ, ઑરેગાનો જેવી તમામ સ્વાદ વધારનારી વસ્તુઓ ખૂબ ખરાબ હોય છે.

એક અભ્યાસ અનુસાર પેપર શેકર પર આશકે 11600 બેક્ટેરિયા હોય છે. જેનું ગંદુ હોવાનું સૌથી મોટું કારણ એ છે કે ખાસ કરીને રેસ્ટોરન્ટમાં મીઠું અને કાળામરી રાખવામાં આવતા શેકર્સ ક્યારેય ખાલી હોતા નથી. 2 સેકન્ડમાં 50 ટકા જર્મ્સ તમારા હાથ પર આવી જાય છે.

શુ કરવું?

ભોજનમાં ઉપરથી મીઠું કે કાળામરી ઉમેરવાની જગ્યાએ તમે ઇચ્છો તો ઓર્ડર કરવાની સાથે શેફને તેમા કાળામરી ઉમેરવાનું કહી દો. તમે સાથે એન્ટી બેક્ટેરિયલ વાઇપ્સ, સેનિટાઇઝર, વગેરે પણ રાખી શકો છો. જેથી શેકર અડ્યા બાદ હાથ સાફ કરી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન