Health ringworm eczema remove only one flower
  • Home
  • Featured
  • જિદ્દી દાદર કે ખરજવાને 7 દિવસમાં દૂર કરશે આ એક ફુલ

જિદ્દી દાદર કે ખરજવાને 7 દિવસમાં દૂર કરશે આ એક ફુલ

 | 3:19 pm IST

આજકાલ દાદર તેમજ ખરજવાની સમસ્યાથી મહિલાઓ ખૂબ પરેશાન રહે છે. જેના માટે તે અલગ-અલગ પ્રકારના ઉપચાર કરતી રહે છે. પરંતુ કોઇ ફરક પડતો નથી, ક્યારેક આ દાદરની સમસ્યા સારી થઇ જાય છે તો તે ફરીથી પણ થાય છે. શુ તમે પણ આ સમસ્યાથી પરેશાન રહો છો તો નિરાશ થવાની જરૂરત નથી. કારણકે આજે અમે તમારા માટે એક બેસ્ટ ઉપાય લઇને આવ્યા છીએ. જેની મદદથી તમે આ સમસ્યાથી રાહત મેળવી શકો છો.

દાદર એક ફંગલ ઇન્ફેક્શન છે. જે માથામાં, પગમાં, ગરદન કે પ્રાઇવેટ પાર્ટમાં થઇ શકે છે. જે ઝડપથી ફેલાય છે. જે લાલ કે બ્રાઉન રંગનુ ગોળાકાર હોય છે. ઇન્ફેક્શન વધવાથી તેની આસપાસ ફોલ્લીઓ થવા લાગે છે. આ સમસ્યાનો સમયસર ઇલાજ કરવામાં ન આવે તો તે વધીને ગંભીર રૂપ લઇ શકે છે. આજે અમે તમારા માટે એક નુસખો લઇને આવ્યા છીએ. જે ફક્ત એક ફુલથી મટી શકે છે. જેના માટે ગલગોટાનો ફુલની પાંદડીઓ બેસ્ટ છે. ખાસ કરીને ગલગોટાના ફુલ તમે હાર, ઘરની સજાવટ માટે ઉપયોગમાં લો છો. પરંતુ ગલગોટાનું ફુલ દાદર, ખરજવા કે ખંજવાળ માટે ઉપયોગી છે. આ બીમારીને તમે જડમૂળથી ખતમ કરી શકો છો.

ગલગોટાના ફુલના ફાયદા
ગલગોટાના ફુલમાં કેટલાક એન્ટી ફંગલ અને એન્ટી એલર્જિક ગુણ હોય છે. જે દાદાર તેમજ ખરજવા જેવી સમસ્યાને દૂર કરે છે. જેના માટે ગલગોટાના ફુલનો ઉપયોગ કરશો તો આ સમસ્યા ખૂબ જલદી સારી થઇ જશે.

ઉપાય
સૌ પ્રથમ ગલગોટાના પાંદડીઓ લઇને તેને પાણીમાં ઉકાળી લો. તેને ઉકાળી લીધા પછી ઠંડું થવા દો. હવે તમને શરીરમાં જે જગ્યા પર દાદર કે ખરજવું થયું છે તે જગ્યા પર આ પાણીથી સાફ કરો. તે સિવાય તમે ગલગોટાના ફુલનો રસ નીકાળીને પેસ્ટ બનાવી લો. તેને દાદર કે ખરજા પર લગાવવીને સૂકાવવા દો. જ્યારે તે સૂકાઇ જાય તો તેને ઠંડા પાણીથી ધોઇ લો. અઠવાડિયામાં આ સમસ્યાથી રાહત મળી શકે છે.