Health side effects of betel Areca nut cancer
  • Home
  • Featured
  • સોપારી ખાનારા લોકો ચેતી જજો, થઇ શકે છે આ ગંભીર બીમારી

સોપારી ખાનારા લોકો ચેતી જજો, થઇ શકે છે આ ગંભીર બીમારી

 | 3:03 pm IST

ભારતના લોકો ખાણી-પીણીના ખૂબ શોખીન હોય છે. લન્ચ કે ડિનર બાદ લોકો મુખવાસ ખાવાનું પસંદ કરે છે. લગ્ન પ્રસંગમાં પણ ભોજન બાદ મુખવાસ રાખવામાં આવે છે. તે સિવાય તેમા પાન સોપારી ઘણા લોકોને પસંદ હોય છે. સોપારી માઉથ ફ્રેશનર માટે ખાવામાં આવે છે. પરંતુ શુ તમે જાણો છો કે સ્વાદ માટે ખાવામાં આવતી સોપારીથી ખૂબ નુકસાન પણ થઇ શકે છે. તેનાથી દાંતનો રંગ ખરાબ થઇ જાય છે. તે સિવાય અનેક પ્રકારની સમસ્યાઓ થવાની શરૂ થઇ જાય છે.

જડબાને નુકસાન
કેટલાક લોકોને રોજે-રોજ સોપારી ચાવવાની આદત હોય છે. તેનાથી ધીમે-ધીમે જડબા પર અસર થવા લાગે છે અને કેન્સર જેવી બીમારી પણ થઇ શકે છે. સોપારીથી માઉસ અલ્સર થવાનો પણ ખતરો રહે છે.

કેન્સર
સોપારીમાં રહેલા એલ્કલોઇડ અને પોલયફેનોલ સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક હોય છે. તેનાથી મોંનું કેન્સર થવાનો ખતરો વધી જાય છે. જેથી સોપારીને વધારે પ્રમાણમાં ન ખાવી જોઇએ.

મોંનુ કેન્સર
પાનમાં સોપારી અને કાસ્ટિકનો ચૂનો મિક્સ કરવામાં આવે છે. જેનાથી મોંનુ કેન્સર થવાની સંભાવના ખૂબ વધી જાય છે. જેથી પાન ખાતમા સમયે સોપારીનું ઓછા પ્રમાણમાં સેવન કરવું જોઇએ.

હાઇ બ્લડ પ્રેશર
જે લોકોને સતત સોપારી ચાવવાની આદત હોય છે, તે લોકોને હાઇ બ્લડ પ્રેશર, ચિંતા, એકાગ્રાત, સંવેદનશીલતા તેમજ ઊંઘ ન આવવાની સમસ્યા થવા લાગે છે.