ત્વચા પરની દાદરની સમસ્યાને આ ઘરેલું ઉપાયથી કરો દૂર - Sandesh
  • Home
  • Health & Fitness
  • ત્વચા પરની દાદરની સમસ્યાને આ ઘરેલું ઉપાયથી કરો દૂર

ત્વચા પરની દાદરની સમસ્યાને આ ઘરેલું ઉપાયથી કરો દૂર

 | 10:00 am IST

દાદર એક સ્કિન પ્રોબ્લેમ છે. આ રોગ થવા પર શરીર પર નાના-નાના લાલ રંગના દાણા થઇ જાય છે. આ સમસ્યા થવા પર ત્વચા પર લાલા ચકામાં થવા લાગે છે અને તેની પર ધ્યાન ન આપવા પર તે વધવા લાગે છે. આ બીમારી ખાસ કરીને એક બીજાને અડવાથી ફેલાય છે. તે સિવાય તે એકબીજાના કોમન વસ્તુ જેવી કે ટુવાલ, ફોન, રિમોટ સહિતનો ઉપયોગ કરવાથી ફેલાઇ શકે છે. આ સમસ્યાને જડમૂળથી ખતમ કરવા માટે આજે અમે તમારા માટે ઘરેલું નુસખા લઇને આવ્યા છીએ. જેનો ઉપયોગ કરીને તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

કયા લોકોને થાય છે દાદરની સમસ્યા
દાદરની સમસ્યા ફંગલ ઇન્ફેક્શનના ચેપના કારણે છે. તે સિવાય ઘરમાં પાળતુ જાનવરના બેક્ટેરિયાથી પણ દાદર થવાની સંભાવના રહે છે.

દાદરના લક્ષણ
ત્વચાનો રંગ લાલ થવો
સ્કિન પર જ્વલન થવી
ખંજવાળ આવવી
લાલ રંગના દાણા ગોળ આકારમાં ફેલાવા

ઘરેલું ઉપાય
– લીમડાના પાનમાં એન્ટી સેપ્ટિક અને એન્ટી બાયોટિક ગુણ રહેલા છે. જે ખરજવા અને દાદર તેમજ ત્વચા પર સંક્રમણથી થનારા રોગને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપાયને કરવા માટે લીમડાના પાનને પીસીને દહીંમાં મિક્સ કરી દાદર વાળી જગ્યા પર લગાવો. આ ઉપાયથી દાદરની સમસ્યા જડમૂળથી ખતમ થઇ જશે.

– દાદર ફેલાવનાર ઇન્ફેક્શનને ખતમ કરવા માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળી લો અને તેને નવશેકા કે ઠંડા થવા પર તેનાથી સ્નાન કરો.

– કેળાને પીસીને પેસ્ટ બનાવી લો અને તેમા લીંબુનો રસ મિક્સ કરી દાદર પર લગાવી લો.

– લીંબુનો રસ દાદર પર લગાવવાથી થોડાક દિવસોમાં આ સમસ્યાથી છૂટકારો મળે છે અને આ ઉપાયને દિવસમાં 2-3 વખત કરો.

– લસણમાં એન્ટી ફંગલ ગુણ રહેલા છે. તેની પેસ્ટ દાદર પર લગાવવાથી ખૂબ ફાયદો મળે છે.

– દાડમના પાનને પીસીને તેની પેસ્ટ બનાવી દાદર પર લગાવી લો.

– કાચા પપૈયામાં એન્ટી ફંગલ ગુણ રહેલા છે. જે ફંગસને ખતમ કરવામાં મદદ કરે છે. જેના માટે પપૈયાને પીસીને તેની પેસ્ટ બનાવી દાદર પર 15 મિનિટ માટે લગાવી રાખો અને હળવા ગરમ પાણીથી ધોઇ લો. આ ઉપાયને દિવસમાં 2-3 વખત કરો.