ભરપૂર ઊંઘ લીધા બાદ પણ લાગે છે થાક તો કરો આ કામ - Sandesh
  • Home
  • Health & Fitness
  • ભરપૂર ઊંઘ લીધા બાદ પણ લાગે છે થાક તો કરો આ કામ

ભરપૂર ઊંઘ લીધા બાદ પણ લાગે છે થાક તો કરો આ કામ

 | 4:57 pm IST

ભાગમદોડથી ભરેલી વ્યસ્ત લાઇફમાં આરામ કરવો પણ ખૂબ જરૂરી છે. તો ડોક્ટરની સલાહ અનુસાર થાક દૂર કરવા માટે દરેક લોકોએ 7-8 કલાક ઊંઘ લેવી જરૂરી છે. તેનાથી આખો દિવસ શરીર પણ સ્વસ્થ રહે છે અને મગજ યોગ્ય રીતે કામ કરે છે. જો તમે 6-7 કલાક ઊંઘ લીધા પછી પણ તમને થાકનો અનુભવ થઇ રહ્યો છે તો તેના કેટલાક કારણો હોય શકે છે. જેમ કે કોઇ લાંબી બીમારી, ઊંઘ પૂરી ન થવી, ખરાબ ભોજન, અનિયમિત દિનચર્યા, થાઇરોઇડ, શરીરમાં વધારે એસિડ બનવું. તો આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવીશું જેના ઉપયોગથી તમને થાક દૂર થશે સાથે આખો દિવસ તાજગીનો પણ અનુભવ કરશો.

• શરીરમાં પાણીની ઉણપ થવા પર આખો દિવસ થાકનો અનુભવ થાય છે. જેથી દિવસમાં વધારેમાં વધારે પાણી પીવું જોઇએ.

• ગરમ પાણીને એક બોટલમાં ભરીને તેનાથી શરીરના અંગો પર શેક કરવો જોઇએ.

• દિવસમાં કમજોરી કે થાકનો અનુભવ થવા પર ચોકલેટ ખાઓ. જેથી શરીરમાં તરત એનર્જી આવશે. તે સિવાય કોકો તનાવને ઓછો કરે છે.

• સમય પર ન સુવું અને ઓછી ઊંગ લેવાથી પણ સવાર-સવારમાં થાકનું ખાસ કારણ છે. જેથી સમય પર સૂઇ જવું જોઇએ અને સવારે વહેલા ઉઠવું જોઇએ.

• સવાર-સવારમાં ઠંડા પાણીથી સ્નાન કરવું જોઇએ. જેનાથી બ્લડ સર્કુલેશન યોગ્ય રહે છે અને આખો દિવસ તમે તાજગીનો અનુભવ કરશો.

• સવારે જલદી ઉઠ્યા પછી કસરક જરૂરથી કરો. સવારની કસરત સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જેનાથી શરીરમાં આખો દિવસ એનર્જી રહે છે.

• થાકને દૂર કરવા માટે ગરમા-ગરમ ચા ખૂબ અસરકારક ઉપાય છે. ખાસ કરીને તુલસીના પાનની ચા બનાવીને પીવી જોઇએ.

• સવારના નાસ્તામાં તાજા ફળોનો જ્યૂસ સામેલ કરો. તેનાથી થાક ઓછો લાગશે અને શરીરમાં ઉર્જા યથાવત રહેશે. તે સિવાય લીંબુ પાણીથી થાકથી છૂટકારો મળે છે.

• થાકનો અનુભવ થવા પર હાથ-પગની માલિશ કરાવો. તેનાથી માંસપેશીઓને આરામ મળે છે. અને શરીરમાં સ્ફૂર્તિ રહે છે.

• તમારી ડાયેટમાં લીલા શાકભાજી, પાલક, સરગવો, ભીંડા સહિતના શાક સામેલ કરો. તેનાથી શરીમાં લોહીની ઉણપ નહીં રહે. કેટલીક વખત લોહીની ઉણપ અને હીમોગ્લોબીનનુ સ્તર ઓછું થવાથી પણ આખો દિવસ થાકનો અનુભવ થવા લાગે છે.