પેટથી જોડાયેલી દરેક સમસ્યાને દૂર કરશે આ નુસખા - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • પેટથી જોડાયેલી દરેક સમસ્યાને દૂર કરશે આ નુસખા

પેટથી જોડાયેલી દરેક સમસ્યાને દૂર કરશે આ નુસખા

 | 1:39 pm IST

પેટ સ્વસ્થ હોય તો આખો દિવસ શરીર પણ તંદુરસ્ત રહે છે. પરંતુ કોઇ કારણોસર પાચન કે પેટથી જોડાયેલી કોઇ પરેશાની થઇ જાય તો તેની સાથે સ્વાસ્થ્ય સંબંધી ઘણી મુશ્કેલીઓ શરૂ થાય છે. પેટનું સાફ ન થવું, ગેસ, પેટનો દુખાવો, ભૂખ ન લાગવી સહિતની સમસ્યાઓ છે. પેટની સમસ્યાને લઇને ઘણાં લોકો પરેશાન રહે છે. તમે દવા લીધા વગર તમારા ઘરના વડીલ દાદી-નાનીના ઘરેલું નુસખા અપનાવી પેટની સાથે સાથે ઘણી સમસ્યાઓથી રાહત મેળવી શકો છો.

• પેટમાં સતત દુખાવો રહે છે તો થોડાક લાલ મરચાની સાથે ગોળ મિક્સ કરીને ખાવાથી દુખાવો દૂર થાય છે. પરંતું જો દુખાવામાં રાહત ન મળે તો તમારે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે કે કયા કારણોસર તમને પેટમાં દુખાવો થાય છે.
• જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તે લોકોએ 1 ચમચી બેકિંગ સોડાને 1 ગ્લાસ પાણીમાં ઉમેરી પીવું જોઇએ. આમ કરવાથી સવારે કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને આખો દિવસ સારો જાય છે.
• પેટને સ્વસ્થ રાખવા માટે ખાણી-પીણી બરાબર હોવી ખૂબ જરૂરી છે. સવારે ઉઠીને ખાલી પેટ પાણી પીવું જોઇએ. બપોરે જમ્યા બાદ લસ્સી અને રાત્રે જમ્યા બાદ દુધ પીવાથી પેટ હંમેશા સ્વસ્થ રહે છે.
• પાચન ક્રિયામાં ગડબડી હોય તો ભૂખ લાગવી ઓછી થઇ જાય છે. એવા માં થોડીક થોડીક વારે સંચળ ચાટવું જોઇએ. તે સિવાય ભૂખ ઓછી લાગે છે તો સરસોના તેલમાં ખાવાનું બનાવવું જોઇએ. જેથી પાચન ક્રિયા પણ સારી બને છે.
• આ વાતનું ખાસ ધ્યાન રાખો કે જે વસ્તુથી પેટમાં એસિડ બને છે તેનું સેવન સવારના સમયે ન કરવું જોઇએ. મસાલેદાર ભોજન, ખાટા ફળ, ટામેટા, સોડા, કોફી અને ચા સહિતની વસ્તુનું સેવન સવારે ન કરવું જોઇએ.
• આંબળા પેટ માટે રામબાણનું કામ કરે છે. રોજ એક કપ પાણીમાં 2 ચમચી આંબળાનો રસ મિક્સ કરીને પીઓ. તેનું સેવન કરવાથી શરીરમાં ઝેરી તત્વ બહાર નીકળી જાય છે. જેનાથી પેટ સ્વસ્થ રહે છે.
• તમારા ભોજનમાં ફાઇબર યુક્ત ભોજન સામેલ કરો. અંકુરિત અનાજ, ફળ, જ્યૂસ સહિતની વસ્તુથી શરીરને પોષક તત્વ મળે છે અને પેટ પણ સાફ રહે છે. તેની સાથે જ ફાઇબર યુક્ત ભોજનથી સ્થૂળતા પણ ઓછી થાય છે.