Health Stomach sleeping position dangerous
  • Home
  • Featured
  • પેટના બળે સૂતી મહિલાઓ ચેતી જજો, નહીંતર…

પેટના બળે સૂતી મહિલાઓ ચેતી જજો, નહીંતર…

 | 6:45 pm IST

હેલ્ધી રહેલા માટે ડાયેટ અને એક્સર્સાઇઝ સિવાય ભરપૂર ઊંઘ લેવી પણ ખૂબ જરૂરી છે. આખા દિવસના થાકને દૂર કરવા માટે આરામ ખૂબ જરૂરી છે. ભરપૂર ઊંધ લીધા પછી ભરપૂર એનર્જીનો અનુભવ થાય છે. પરંતુ દરેક લોકોનો સૂવાની રીત અલગ હોય છે. કેટલીક મહિલાઓ સીધા સૂવાનું પસંદ કરે છે તો કેટલીક પડખા ફેરવીને તો કેટલીક મહિલાઓ પેટના બળે સૂવાનું પસંદ કરે છે. ખાસ કરીને તમે નોટિસ કર્યું હશે તો મહિલાઓ પેટના બળે સવાનું પસંદ કરે છે.

પરંતુ તમારી જાણકારી માટે જણાવી દઇએ કે પેટના બળે સૂવાથી ઘણા નુકસાન થઇ શકે છે. જે અંગે તમને જાણકારી નહીં હોય. જો તમને પણ પેટના બળે સૂવાની આદત છે તો સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓ થઇ શકે છે. આ રીતે સૂવાથી બ્લડ સર્કુલેશન યોગ્ય રીતે થઇ શકતું નથી. તો ચાલો જોઇએ પેટના બળે સૂવાથી મહિલાઓના સ્વાસ્થ્યને કયા પ્રકારનું નુકસાન થઇ શકે છે.

બ્રેસ્ટમાં દુખાવો
મહિલાઓ માટે પેટના બળે સૂવાથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. કારણકે પેટના બળે સૂતી મહિલાઓને બ્રેસ્ટ પર અસર થઇ શકે છે અને બ્રેસ્ટ પર પ્રેશર પડવાથી તેમા દુખાવો થવા લાગે છે.

બ્યુટીને લગતી સમસ્યા
જ્યારે તમે પેટના બળે સૂઇ જાવ છો તો ચહેરા પર ભાર પડે છે. એવામાં ચહેરાલ પર પૂરતું ઓક્સીજન મળતું નથી અને ચહેરા પર કરચલીઓ તેમજ ખીલ થવા લાગે છે. જેથી પેટના બળે સૂવાથી દૂર રહેવું જોઇએ.

હાડકાનો દુખાવો
તમને આ વાત જાણીને હેરાની થશે કે પેટના બળે સૂવાથી માથા, ગરદન, કરોડરજ્જુને ખૂબ નુકસાન થવાની સંભાવના રહે છે. કારણકે પેટના બળે સૂવાથી કરોડરજજુનું હાડકુ નમેલું રહે છે. જેનાથી આપણું શરીર સુન્ન થઇ શકે છે. એવામાં પેટના બળે સૂતી મહિલાઓનું સ્વાસ્થ્ય સારું રહેતું નથી.

માથામાં દુખાવો
કેટલીક મહિલાઓ પેટના બળે સૂઇ જાય છે. જેથી ગરદન ઝૂકી જાય છે. તેનાથી માથામાં બ્લડ સર્કુલેશન યોગ્ય રીતે થઇ શકતું નથી. જેના કારણે માથામાં દુખાવો થવા લાગે છે.