Health The 1 thing to eat is to reduce the risk of serious prostate cancer, its symptoms
  • Home
  • Featured
  • આ 1 વસ્તુ ખાવાથી ઘટે છે ગંભીર પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો, જાણો તેના લક્ષણો

આ 1 વસ્તુ ખાવાથી ઘટે છે ગંભીર પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો, જાણો તેના લક્ષણો

 | 1:17 pm IST

એક નવા અધ્યયનમાં આ વાત જાણવા મળી છે કે મશરૂમ ખાવાથી મધ્યમ આયું વર્ગના અને વૃદ્ધ લોકોમાં પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો ઓછો થઇ જાય છે આ અધ્યયનમાં કુલ 36499, પુરૂષ સામેલ થયા હતા. તેમની ઉંમર 40-79 વર્ષ હતી. તેમણે 1990માં મિયાગી કોહર્ટ સ્ટડી અને 1994માં ઓહસાકી કોહોર્ટ સ્ટડીમાં ભાગ લીધો હતો. બાદમાં આ અધ્યયન ઇન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

અધ્યયનમાં મળ્યું કે મશરૂમ ન ખનાર લોકોની તુલનમાં ખાનાર પુરૂષોમાં 8થી 17 ટકા પ્રોસ્ટેટ કેન્સરના ખતરો ઓછો થતો હતો. જાપાનના તોહોકુ યુનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના પ્રમુખ લેખક શૂ ઝાંગે કહ્યું મશરૂમની પ્રજાતિઓ અંગે જાણકારી એકત્રિત કરવામાં આવી ન હતી. જેથી આ જાણવું મુશ્કેલ છે કે અમારા તારણમાં કયા વિશિષ્ટ મશરૂમનું યોગદાન હતું. તે સિવાય પ્રોસ્ટેટ કેન્સર પર મશરૂમની લાભદાયી અસરની તંત્ર અનિશ્ચિત થયું છે.

શુ હોય છે પ્રોસ્ટેટ કેન્સર

પ્રોસ્ટેટ કેન્સર શુ છે. પુરૂષોમાં થનારા સૌથી સામાન્ય કેન્સર પ્રોસ્ટેટ કેન્સર હોય છે. પ્રોસ્ટેટ ગ્લેંડ યુરિનની નળીની ઉપરના ભાગમાં ચારેય તરફ થાય છે. અખરોટ આકારની આ ગ્રંથિ વીર્યનું ઉત્પાદન કરે છે.

50 વર્ષની ઉંમર બાદ પુરૂષોમાં આ સમસ્યા થાય છે. કેન્સરનો આ પ્રકાર જ્યારે પ્રોસ્ટેટ ગ્લેંડ સુધી સીમિત રહે છે ત્યારે તેનું નિદાન થઇ જાય તો ઉપચાર સફળ થવાની સંભાવના વધી જાય છે.એવામાં પ્રોસ્ટેટ કેન્સર અંગે થોડીક જાણકારી આપીશું. જાણો તેના લક્ષણ અને બચાવ…

પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણ

– રાતે યુરિન પાસ કરવામાં મુશ્કેલી થવી
– રાતના સમયે વારંવાર યુરિન જવું પડે
– યુરિન કરતા સમયે બળતરા થવી
– યુરિનની સાથે લોહી નીકળવું
– શરીરમાં સતત દુખાવો થવો
– કમરની નીચે, સાથળ કે બમ્પના ઉપરના ભાગ જકડાઇ જવા

પ્રોસ્ટેટ કેન્સરના કારણ

પ્રોસ્ટેટ કેન્સર થવાનું કોઇ સ્પષ્ટ કારણ હાલ માલૂમ પડ્યું નથી. પરંતુ કેટલાક કારણ આ કેન્સર થવાની આશંકાને વધારી દે છે.
– ધુમ્રપાન, સ્થૂળતા, સેક્સ દરમિયાન ફેલાયેલા વાયરસ અને નિષ્ક્રિય શરીર
– પરિવારના કોઇ સદસ્યમાં આ કેન્સર થવાની સ્થિતિમાં તેનો ખતરો વધી જાય છે
– જે પુરૂષોમાં પ્રજનન શક્તિ ઓછી હોય છે તેનામાં કેન્સર થવાની સંભાવના વધી શકે છે.
– સેક્સ ક્રોમોસોમ્સમાં ગડબડી થવાની સ્થિતિમાં પણ કેન્સર થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન