Health The best way to get relief from the inflammation of the feet
  • Home
  • Featured
  • પગમાં થતી બળતરાથી રાહત મેળવવા માટે બેસ્ટ છે આ 2 વસ્તુઓ

પગમાં થતી બળતરાથી રાહત મેળવવા માટે બેસ્ટ છે આ 2 વસ્તુઓ

 | 6:11 pm IST

પગમાં બળતરા થવા સામાન્ય સમસ્યા છે. જે કોઇપણ ઉંમરની વ્યક્તિને થઇ શકે છે આ સમસ્યા તંત્રિકા તંત્રમાં નુકસાનના કારણે થાય છે. તે સિવાય આ પ્રકારની સમસ્યા વિટામીન બી, ફોલિક એસિડ, થિમાઇન કે કેલ્શ્યિમની ઉણપ, એથલીટ ફૂટસ જીવાણું કરડાથી, ઇજા, ક્રોનિક કિડની જેવા રોગથી થઇ શકે છે. ડોક્ટરી ઇલાજ સિવાય કેટલાક ઘરેલું ઉપાયથી પણ તમે આ સમસ્યાથી રાહત મેળવી શકો છો.

સરસિયું
આ એક કુદરતી ઔષધી છે. જે પગની બળતરાથી છૂટકારો અપવવામાં ખૂબ ફાયદાકારક હોય છે. એક બાઉલમાં આશરે બે ચમચી સરસિયું લો અને તેમા બે ચમચી ઠંડુ પાણી કે એક બરફનો ટૂકડો ઉમેરી લો. તેને બરાબર મિક્સ કરી લો. હવે હળવા હાથથી તમારા પગના તળિયા પર લગાવીને માલિશ કરો. અઠવાડિયામાં બે વખત આ ઉપાય કરવાથી પગમાં થતી બળતરાથી રાહત મળી શકે છે.

હળદર
હળદરમાં ભરપૂર પ્રમાણમાં કરક્યૂમિન હોય છે. જે શરીરમાં લોહીનું પ્રવાહમાં સુધારો કરવામાં મદદ કરે છે. તે સિવાય હળદરમાં એન્ટી-ઇફ્લેમેન્ટરી ગુણ પણ હોય છે. જે પગની બળતરા અને દુખાવાને દૂર કરે છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી હળદર મિક્સ કરીને પીઓ. દિવસમાં બે વખત આ ઉપાય કરવાથી રાહત મળે છે. તે સિવાય હળદરનો લેપ બનાવીને પણ પગ પર લેપ લગાવી શકો છો.