Health The love of mother can reduce the risk of obesity, know full details
  • Home
  • Featured
  • માતાના પ્રેમથી મેદસ્વિતાનું જોખમ ઘટી શકે, જાણો સંપૂર્ણ વિગત

માતાના પ્રેમથી મેદસ્વિતાનું જોખમ ઘટી શકે, જાણો સંપૂર્ણ વિગત

 | 10:00 am IST

જે બાળકોની માતા પ્રેમાળ અને હૂંફ આપનારી હોય એવા બાળકો પહેલા મહિનામાં જાડા થઈ જાય એવું જોખમ ઓછું હોવાનું એક નવા અધ્યયનમાં જણાયું છે. મેદસ્વિતા માટેના જોખમી પરિબળો ઘણા હોય છે અને તે આપણા જન્મ પહેલાં જ તે સક્રિય થઈ ગયા હોય છે ! કાળા વાદળાની સોનેરી કોર એ છે કે, સ્થૂળતાનું જોખમ ઘટાડી શકાય એવા ઘણા ઉપાયો છે.

સ્થૂળતાનો જોખમમાં તણાવ અને ગરીબી એ બે પરિબળો પણ છે, તેથી યુનિવર્સિટી ઓફ બફેલોના સંશોધકોએ શિશુના મેદસ્વિતાના જોખમમાં માતાની વર્તણૂકની કોઈ અસર છે કે, કેમ એ ચકાસ્યું છે. નવજાત શિશુ સાથે જે માતાઓ હકારાત્મક અને હૂંફથી વાત કરે એ શિશુઓનું વજન એ રીતે વધે છે કે તેઓ સ્થૂળ થઈ શકે એમ નથી.

બીજી બાજુ એ પણ અભ્યાસમાં જણાયું છે કે, જે શિશુની માતા તેમની સાથે નિષ્ઠુર બનીને કે હૂંફ દેખાડયા વિના વાત કરે તો તેમનું સંતાનનું બિનઆરોગ્યપ્રદ રીતે વજન વધતું હોય છે.

અમેરિકામાં અંદાજે ૧૮. ૫ ટકા બાળકો મેદસ્વી છે અને ૮૦ ટકા બાળકો સ્થૂળ અથવા વધુ વજનવાળા છે, જેઓ મેદસ્વી તરીકે જ પુખ્ત થશે. ગર્ભધાન દરમિયાન જે માતા મેદસ્વી હોય કે વધુ વજન ધરાવતી હોય તેના બાળકો મેદસ્વી બને એ બનવા જોગ છે, પરંતુ ગર્ભધાન દરમિયાન ધૂમ્રપાન કે તણાવ જેવા પરિબળો પણ જોખમ ઘટાડે છે.

હકીકતે માતાની નબળી સામાજિક આર્થિક સ્થિતિ તેનું સંતાન વિકસીને મેદસ્વી બનશે કે નહીં તે અંગે મહત્ત્વની આગાહી કરી શકે છે. જો કે, સ્પષ્ટ જોખમી પરિબળ જાણવા મુશ્કેલ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો બાળપણમાં સારો આહાર મદદરૂપ થઈ શકે, પરંતુ આહાર – ફળ અને શાકભાજી સાથેનો આરોગ્યપ્રદ આહાર મેદસ્વી ભણી દોરી જતા હાઇલી પ્રોસિડ ફૂડ કરતાં મોંઘો હોય છે.

આર્થિક તણાવ છતાં હૂંફાળું વર્તન શિશુને લાભકારી

બફેલો યુનિવર્સિટીના સંશોધકોને આૃર્ય એ વાતનું થયું કે, પરિવાર ભલે આર્થિક તણાવમાં જીવતું હોય તો પણ જો માતા- પિતાનું હૂંફાળુ વર્તન હોય તો તે નવજાત શિશુ માટે સુરક્ષાત્મક અસર કરે છે.

માતા-નવજાત શિશુ વચ્ચેનો સંબંધ મુક્ત અને પ્રેમપૂર્ણ હોય તો બાળકનું આરોગ્ય સારું રહે

અભ્યાસ નિર્દેશ કરે છે કે, માતા અને નવજાત શિશુ વચ્ચેનો વ્યવહાર મુક્ત અને પ્રેમપૂર્ણ હોય એ ઘણું મહત્ત્વનું છે. ઉપરાંત શિશુને સ્તનપાન કરાવતા હોય ત્યારે બંને વચ્ચે વાતચીત થતી રહે એ બાળકના આરોગ્ય માટે સારા પરિણામ લાવનારી હોય છે. ખાસ તો બાળક સ્થૂળ થતું નથી એમ ડો. કોંગ કહે છે.

ગર્ભાધાન દરમિયાન માતાની મનોસ્થિતિ બાળકનું ભાવિ નક્કી કરતી હોય છે !

આ અભ્યાસના મુખ્ય લેખક ડો. કાઈ લિંગ કોંગ કહે છે કે, બાળકોમાં આરોગ્ય અને રોગ વિકાસ પામે એ પ્રતિ માતૃત્વનો સમયગાળો ખૂબ જ સંવેદનશીલ હોય છે. ગર્ભાધાન દરમિયાન જે અપમાન થયું હોય તેની અસર આખી જિંદગી પડતી હોય છે. અમારો અભ્યાસ દર્શાવે છે કે, ગર્ભના વિકાસ દરમિયાન ખલેલ પડતી હોય તો પણ તેને નવજાત શિશુના બાળપણ દરમિયાન ઘરના વાતાવરણમાં હૂંફ અને હકારાત્મક પ્રતિભાવ અને સંવેદનશીલ વાણીપણું ગર્ભ દરમિયાનની નબળાઈ દૂર કરવામાં સક્રિય ભૂમિકા ભજવે છે.

બાળક સ્થૂળ બને તેનાં પરિબળ તો ગર્ભાધાન દરમિયાન જ સક્રિય થઈ જાય !

  • સંશોધકોએ ઘણા પ્રકારના વિરોધાભાસ વચ્ચે જીવતા ૧૭૨ પરિવારોનો અભ્યાસ કર્યો હતો. યુનિવર્સિટી ઓફ બફેલોના સંશોધકોએ કોકેઇનનો ઉપયોગ કરતી મહિલાઓના બાળકોનો અભ્યાસ કર્યો હતો અને તેમના આરોગ્ય તથા સારા પરિણામો ઉપર નજર રાખી હતી. લગભગ તમામ મહિલાઓ, ખાસ કરીને કાળી મહિલાઓએ તેમના ગર્ભધાન દરમિયાન કોકેઇન લીધું હતું. ૮૦ ટકા મહિલાઓને સરકારી સહાય મળતી હતી, જ્યારે ૮૫ ટકા મહિલાઓ સિંગલ હતી, જેને પગલે બાળકના જન્મ પછી પણ તણાવ ચાલુ હતો, જે બાળક માટે સામાન્ય આરોગ્ય અને મેદસ્વિતા માટે જોખમી પરિબળ હતા.
  • આ કારણથી અભ્યાસમાં આવરી લેવાયેલા મોટા ભાગના બાળકો પડકારોનો સામનો કરતા અને તેઓ ઓછા આદર્શ કહી શકાય એવા વાતાવરણમાં ઊછરતા હતા. પરંતુ તેમની માતાઓ એવું વર્તન કરતી ન હતી, જેને કારણે માતા સ્તનપાન કરાવતી હોવા છતાં તેમના મેદસ્વિતાના જોખમમાં તફાવત હોય છે.
  • ??સમય જતાં આ જ બાળકો જ્યારે સાત વર્ષના થયા, ત્યારે તેમાંથી ૩૬ ટકા બાળકો સ્થૂળતાનો ભોગ બન્યા હતા. રાષ્ટ્રીય દર કરતાં પણ બમણો આ દર થયો ગણાય ! પરંતુ જે બાળકોની માતા હૂંફ અને પ્રેમથી તેમની સાથે વર્તતી હતી, તેવા બાળકોમાં મેદસ્વી થવાનું જોખમ ઓછું રહેતું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન