Health The nail chewing habit can give you Intestinal cancer
  • Home
  • Featured
  • સાવધાન! નખ ચાવવાની આદત છે ચેતી જજો, નહીંતર થશે કેન્સર

સાવધાન! નખ ચાવવાની આદત છે ચેતી જજો, નહીંતર થશે કેન્સર

 | 10:59 am IST

ઘણા લોકોને નખ ચાવવાની આદત હોય છે. જેનાથી તમને અનેક નુકસાન પણ થઇ શકે છે. જાણતા અજાણતા તમને ઘણા નુકસાન થાય છે જે અંગે તમને ખબર પણ હોતી નથી. નખમાં રહેલી ગંદકી આંતરડા સુધી પહોંચીને તેને નુકસાન પહોંચાડે છે. જેનાથી આંતરડાનું કેન્સર થવાનો ખતરો રહે છે. નખ ચાવવાની આદત આત્મવિશ્વાસને કમજોર કરે છે. આવો જોઇએ નખ ચાવવાથી સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે જાણીએ.

સડવા લાગે છે દાંત

માનવામાં આવે છે કે જે લોકો વધારે તણાવમાં રહે છે તે નખ ચાવવા લાગે છે. નખ ચાવવાથી નખની ગંદકી દાંતમાં પહોંચે છે અને તેને કમજોર પણ કરે છે અને દાંત સડવાથી મોંમાંથી દુર્ગંધ આવવાની સમસ્યા પણ થઇ શકે છે.

પેટ માટે ગંભીર

નખમાં અનેક પ્રકારની બીમારી પેદા કરનારા બેક્ટેરિયા રહેલા છે. જે તમને બીમાર કરી શકે છે. નખમાં સાલ્મોનેલા અને ઇ કોલાઇ જેવી બીમારી ઉત્પન્ન કરનારા બેક્ટેરિયા થાય છે. નખ ચાવવાની સાથે આ બેક્ટેરિયા મોંમાંથી પ્રેવશ કરે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય શકે છે.

ત્વચાનું ઇન્ફેક્શન

નખ ચાવવાથી તેની આસપાસની ત્વચાની કોશિકાઓ પણ ક્ષતિ ગ્રસ્ત થાય છે. એવામાં પૈરોનિશિયા નામના સ્કિન ઇન્ફેક્શન થવાની આશંકા પણ વધી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન