Health The neck pain can be caused by this illness
  • Home
  • Featured
  • ગરદનમાં થઇ રહ્યો છે અતિશય દુખાવો તો થઇ શકે છે આ ગંભીર બીમારી

ગરદનમાં થઇ રહ્યો છે અતિશય દુખાવો તો થઇ શકે છે આ ગંભીર બીમારી

 | 3:24 pm IST

અચાનકથી કેટલીક વખત આપણી ગરદન અને ખભાની નીચે વાળા ભાગમાં દુખાવો થવા લાગે છે. તે સહન ન થાય તેવો હોય છે. જો આ દુખાવો કેટલાક દિવસો સુધી રહે છે અને દવા લેવાથી પણ આરામ મળતો નથી તો એવામાં તમે સર્વાઇકલ સ્પાંડિલાસિસના શિકાર બની શકો છો. જેથી આજે અમે તમને સર્વાઇકલ સ્પાંડિલાઇસિસ જેવી ગંભીર બીમારીના લક્ષણ, કારણ અને ઉપચાર જણાવવા જઇ રહ્યા છીએ જેથી તમે સાવધાની રાખી શકો.

સર્વાઇકલ સ્પાંડિલાઇસિસના લક્ષણ
– સર્વાઇકલ સ્પાંડિલાઇસિસમાં ગરદનમાં દુખાવો થવાની સાથે-સાથે માંસપેશીઓ જકડાઇ જાય છે. કેટલીક વખત આ દુખાવો, ખભા, માથા અને પીઠથી થઇને પગ સુધી પહોંચી જાયછે.
– સર્વાઇકલ સ્પાંડિલોસિસમાં ખાસ કરીને માથાના પાછળના ભાગમાં દુખાવો થાય છે. આ દુખાવો માથાના ઉપરના ભાગને અસર કરે છે. તો ક્યારેક માથાના નીચેના ભાગ તરફ વધી જાય છે.
– સર્વાઇકલ સ્પાંડિલાઇસિસમાં કેટલીક વખત અસમાન્ય લક્ષણ પણ જોવા મળે છે. જેમ કે છાતીમાં દુખાવાનો અનુભવ થવા લાગે છે જે હૃદય સંબંધી દુખાવો માનવામાં આવે છે.
– કેટલીક વખત સર્વાઇકલ સ્પાંડિલાઇસિસમાં ઇજા વગર ગરદન, ખભા અને હાથમાં સહન ન થાય તેવો દુખાવો થાય છે, તેની સાથે જ દર્દીને કમજોરી અને જનજનાટીનો અનુભવ થવા લાગે છે.

સર્વાઇકલ સ્પાંડિલાઇસિસિના કારણ
– સતત ગરદન અને માથું નમાવીને કામ કરવાથી
– લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસીને કામ કરવાથી
– સ્મોકિંગ કરવાથી
– બેઠા-બેઠા સૂઇ જવાથી
– લાંબા સમય સુધી ખભાના સહારે વાત કરવી

સર્વાઇકલ સ્પાંડિલાઇસિસના ઉપચાર
– પેઇનકિલર્સનું સેવન કરો
– યોગા અને એકસર્સાઇઝ કરવી જોઇએ
– ગરદનની સર્જરી દ્વારા નસો પર દબાણ ઓછું કરવું
– ગળાના સ્નાયુઓ જકડાવવાથી રોકવા માટેની દવાઓનું સેવન કરવું
– ગરદનની મૂવમેન્ટને સીમિત કરવા માટે સર્વાઇકલ બેન્ડનો ઉપયોગ કરો