Health The number of sperms will be reduced temporarily Contraception gel
  • Home
  • Featured
  • પુરૂષો માટે બન્યું ગર્ભનિરોધક gel, અસ્થાયી રીતે ઓછી થશે સ્પર્મની સંખ્યા

પુરૂષો માટે બન્યું ગર્ભનિરોધક gel, અસ્થાયી રીતે ઓછી થશે સ્પર્મની સંખ્યા

 | 12:06 pm IST

જો તમારો પાર્ટનર કોન્ડોમનો ઉપયોગ નથી કરતો અને તમે કેટલાક નુકસાન થવાના ડરના કારણે ગર્ભનિરોધક ગોળીઓ લેવા નથી માંગતા તો તમારા માટે ખુશખબર છે. વૈજ્ઞાનિકોએ એક મહત્વનું પગલું ઉઠાવતા પુરૂષો માટે ગર્ભનિરોધક તૈયાર કર્યું છે. પોપ્યુલેશન કાઉન્સિલ અને NIHના યુનિસ કેનેડી શ્રિવરે એક એવી Gel વિક્સિત કરી છે. જેનો ઉપયોગ કરવા પર તે પુરૂષોમાં રહેલા સ્પર્મની સંખ્યામાં જબરદસ્ત ઘટાડો લાવી શકે છે. પરંતુ માત્ર અસ્થાયી રીતે તે ઘટાડો લાવી શકે છે.

કોન્ડોમ અને નસબંધી સુધી સીમિત છે પુરૂષ ગર્ભનિરોધ

આ પ્રોગામનું સંચાલન કરનાર ડૉ ડાયના બ્લીથે કહ્યું કે ઘણી એવી મહિલાઓ હોર્મોનલ ગર્ભનિરોધકનો ઉપયોગ કરી શકતી નથી અને હાલ પુરૂષ ગર્ભનિરોધક માત્ર કોન્ડોમ અને નસબંધી સુધી સીમિત છે. એવામાં Gel પુરૂષ ગર્ભનિરોધકના ક્ષેત્રમાં એક અસરકારક અને બેસ્ટ ઉપાય છે. જે પબ્લિક હેલ્થીથી જોડાયેલી એકમ મહત્વની ઉણપને પૂરી કરી શકે છે.

પીઠ અને ખભા પર લગાવવામાં આવશે આ Gel

આ Gelનું નામ NES/T રાખવામાં આવ્યું છે. જેને પુરૂષોએ તેમની પીઠ અને ખભા પર લગાવવાનું રહેશે અને પછી આ gel ત્વચા દ્વારા એબ્જોર્બ થઇ જાય છે અને અસર દેખાય છે. આ gelને બનાવવામાં ટેસ્ટોસ્ટેરૉનની સાથે જ સેજસ્ટેરૉન નામનું કંપાઉંડ પણ સામેલ કરવામાં આવ્યું છે.

સ્પર્મના ઉત્પાદનમાં થાય છે ઘટાડો

સેજેસ્ટેરૉન, પુરૂષોના ટેસ્ટિસમાં રહેલા ટેસ્ટેસ્ટેરૉનના કુદરતી પ્રોડક્શનને રોકે છે. જેનાથી સ્પર્મનું ઉત્પાદન વધારે પ્રમાણમાં ઓછું કે અવાસ્તવિક સ્તર પર પહોંચી જાય છે. જોકે, રિપ્લેસમેન્ટ ટેસ્ટેસ્ટેરૉન નોર્મલ સેક્સ ડ્રાઇવ અને બીજી ક્રિયાઓને યથાવત રાખે છે. જ્લદી જ આ gelને દુનિયાભરમાં 420 કપલ્સ પર ટેસ્ટ કરવામાં આવશે. જેથી આ gel હકીકતમાં પણ કેટલું અસરકારક છે જેની તપાસ કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન