These 3 blood group people can come from Heart Attack
  • Home
  • Featured
  • આ 3 બ્લડ ગ્રુપના લોકોને આવી શકે છે હાર્ટ એટેક, તમે પણ જાણી લો

આ 3 બ્લડ ગ્રુપના લોકોને આવી શકે છે હાર્ટ એટેક, તમે પણ જાણી લો

 | 1:10 pm IST

કેટલીક વખત બદલાતી લાઇફસ્ટાઇલ અને ખાણી-પીણીની ખોટી આદતોના કારણે આજે લગભગ દરેક લોકો કોઇને કોઇ બીમારીથી ઘેરાયેલા હોય છે. જેમા હૃદય સંબંધી બીમારી સૌથી વધારે હોય છે. આ મહિલાઓ અને પુરૂષો બન્નેમાં જોવા મળે છે. હાલ હાર્ટ સમસ્યામાં કોરોનરી આર્ટરી ડિજીજ, હૃદયની માંસપેશીઓનું અસામાન્ય રીતે વધવું, હાર્ટ ફેલ થવું અને અનિયમિત હાર્ટ બીટ જેવા સમસ્યાઓ સામાન્ય છે. પરંતુ આ બેદરકારી સિવાય હાર્ટ એટેકના કેટલાક અન્ય કારણ પણ હોય શકે છે અને તેમાથી એક આપણું બ્લડ ગ્રુપ પણ સામેલ છે.

એક ઇન્ટરનેશનલ રિસર્ચમાં આ વાત સામે આવી છે કે હાર્ટ એટેકનું એક કારણ આપણું બ્લડ ગ્રુપ પણ હોય છે. બ્લડ ગ્રુપથી હાર્ટ એટેકના ખતરા અંગે માલૂમ થઇ શકે છે સાથે આ સંભાવના અંગે પણ ખબર પડે છે કે કયા બ્લડ ગ્રુપના લોકોને હાર્ટ એટેકનો વધારે ખતરો છે.

બ્લડ ગ્રુપ એ, બી અને એબી… આ ત્રણ બ્લડ ગ્રુપ એવા છે જેમા હૃદયની બીમારી થવાનો ખતરો સૌથી વધારે હોય છે.

ઇન્ટરનેશનલ શોધમાં જ્યારે દરેક બ્લડ ગ્રુપને ધ્યાનમાં રાખીને અને સાથે અમૂક હાર્ટ એટેકના દર્દીઓ સાથે સૌથી વધારે હાર્ટ એટેકના મામલા એ લોકોમાં જ જોવા મળ્યા જે લોકોનું બ્લડ ગ્રુપ એ, બી કે પછી એબી હતું.

‘ઓ’ બ્લડ ગ્રુપને સૌથી સારુ માનવામાં આવે છે. આ બ્લડ ગ્રુપના લોકોને હૃદયથી જોડાયેલી બીમારી થવાનો ખતરો સૌથી ઓછો રહે છે.

ઓ બ્લડ ગ્રુપ વાળા લોકોની તુલનામાં એ,બી અને એબી બ્લડ ગ્રુપ વાળા લોકોમાં હૃદયનો હુમલો થવાની આશંકા 9 ટકા વધારે રહે છે. એ બ્લડ ગ્રુપ વાળા લોકોને વધારે કોલેસ્ટ્રલ માટે ઓળખવામાં આવે છે. તે હાર્ટ એટેક માટે પ્રમુખ કારણ હોય શકે છે.