Health These bad habits are ruining your entire body
  • Home
  • Featured
  • તમારા આખા શરીરને બરબાદ કરી રહી છે તમારી આ આદતો

તમારા આખા શરીરને બરબાદ કરી રહી છે તમારી આ આદતો

 | 6:02 pm IST

શુ તમે જાણો છો કે લાંબા સમય સુધી બેસવાની આદતથી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ખતરો પેદા થઇ શકે છે. રોજ ઘણા કલાકો સુધી બેસી રહેવા કે એક પણ બ્રેક વગર સતત બેસી રહેવાથી શરીરને ઘણા નુકસાન થઇ શકે છે. કલાકો બેસવા અને બીમારીઓના ખતરાથી સંબંધી એક સર્વે કરવામાં આવ્યો છે. જેના પરિણામ ખૂબ ખરાબ છે.

એક સર્વે મુજબ ડોક્ટરે કહ્યું કે હવે ફિઝિશ્યન્સની સામે એક નવી પ્રાથમિકતા છે, ગમે તેમ કરીને લોકોને આ વાત સમજાવવામાં આવે કે તે લોકો તેમના બેસવાના ટાઇમને ઓછો કરી દે.

સર્વે મુજબ, રોજ આશરે 7 કે તેનાથી વધારે કલાક બેસનારા લોકોના સ્વાસ્થ્ય સાથે ખતરો વધી રહ્યો છે. તે સિવાય 30 મિનિટ કે તેનાથી વધારે સમય સુધી એક પણ બ્રેક લીધા વગર બેસી રહેવું પણ ગંભીર સાબિત થઇ શકે છે.

જોકે આ વાતથી કોઇ ફરક પડતો નથી કે વ્યક્તિ દિવસ દરમ્યાન કેટલી વખત ફિજીકલ એક્સરસાઇજ કરે છે. લાંબા સમય સુધી બેસી રહેવાથી થતા નુકસાનની ભરપાઇ બાદમાં કરવામાં આવેલી ફિજિકલ એક્ટિવીટીથી થઇ શકતી નથી.

સર્વેથી માલૂમ પડ્યું છે કે લાંબા સમય સુધી બેસી રહેવાથી કાર્ડિનાસ્કુલર બીમારી, ડાયાબિટીસ જેવી બીમારીઓનો ખતરો વધી જાય છે. લાંબા સમય સુધી બેસી રહેવાથી વજન વધી જાય છે અને કેટલાક પ્રકારના કેન્સર જેવા કે ઓવરિયેન, એન્ડોમેટ્રિયલ, કોલન કેન્સરનો ખતરો વધી જાય છે.

આખો દિવસ બેસી રહેવાથી તમારા પગનો ઉપયોગ ખૂબ ઓછો કરો છો. જેનાથી તમારા શરીરના નીચેના ભાગની માંસપેશીઓ કમજોર થઇ જાય છે. જેનાથી ગ્લૂટ મસલ્સને તમને ઇજા થવાની આશંકા પણ વધી જાય છે. ચાલવાથી તમારી માંસપેશીઓથી લાઇપોપ્રોટીન લાઇપેજ જેવા રસાયન ઉત્પન્ન થાય છે. જેનાથી ચરબી અને શુગર પ્રોસેસ કરવામાં મદદ મળે છે.

રિસર્ચ મુજબ, જ્યારે તમે આખો દિવસ બેસી રહો છો તો આ મોલેક્યુલ્સ રિલીજ થવાના ઓછા થઇ જાય છે અને શરીરના નીચેના ભાગમાં વજન વધવા લાગે છે. એક્સર્સાઇજ કર્યા પછી પણ તમને મોટાબોલિક સિંડ્રોમ થવાનો ખતરો રહે છે.

તમારા હિપ્સ અને બેક પર પણ લાંબી સિંટિંગની ખરાબ અસર પડે છે. જો તમે ખોટી પોજિશનમાં બેઠા છો તો તમારી બેકને વધારે નુકસાન પહોંચી શકે છે. સ્પાઇનની ડિસ્કમાં પણ તનાવ પેદા થવાથી અપરિપક્વ ક્ષતિ થઇ શકે છે. જે ક્રોનિક પેનમાં બદલાઇ શકે છે.

હૃદય બીમારી
લાંબા સમય સુધી બેસી રહેવાથી હાર્ટ સંબંધી બીમારીઓ થવાનો ખતરો પણ થઇ શકે છે. એક સર્વેમાં માલૂમ પડ્યું છે કે જે લોકો એક અઠવાડિયામાં 23 કલાકથી વધારે સમય ટીવી જોવામાં ખર્ચ કરો છો તેનાથી 11 કલાક ટીવી જોનારા 64 ટકા તકલીફ વધારે રહે છે. એક્ષપર્ટનું માનવું છે કે વધારે સમય સુધી બેસી રહેનારાને હાર્ટ એટેક કે સ્ટ્રોક 147 ટકા ખતરો વધી જાય છે.

પગ, બટ અને લોવર બેક સિવાય તમારી ગરદન પર પણ લાંબા સમય સુધી બેસી રહેવાથી અસર પડે છે. તે સિવાય કોમ્પ્યુટર સ્ક્રીન પર વધારે સમય વીતાવી રહ્યા છો તેનાથી પણ સ્વાસ્થ્યને લગતી સમસ્યા થઇ શકે છે. એક જગ્યા પર બેસી રહેવાથી માંસ પેશીઓની સક્રિયતા ઓછી થઇ જાય છે. પરંતુ બેસવાના સમયને ઉભા થઇને ધીમે-ધીમે ચાલીને ઘટાડી શકાય છે. જેનાથી મેટાબોલિક રિસ્ક ઓછું થઇ શકે છે.