ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ ક્યારેય ન કરવા જોઇએ આ કામ - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ ક્યારેય ન કરવા જોઇએ આ કામ

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ ક્યારેય ન કરવા જોઇએ આ કામ

 | 3:53 pm IST

પ્રેગ્નેન્ટ થવું દરેક મહિલા માટે ખાસ હોય છે. પરંતુ આ દિવસો પર જો ધ્યાવ આપવામાં ન આવે તો ગર્ભવતી મહિલાના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. સાથે બાળકના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. તો આવો જોઇએ પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓએ શું ન કરવું જોઇએ.

• પ્રેગનેન્સી દરમિયાન બ્રા પહેરાવનું ન છોડવું જોઇએ. આમ કરવાથી બાળકની દૂધ બનવાની પ્રક્રિયા પર કોઇ અસર નથી પડતી પરંતુ તે યોગ્ય રીતે ચાલે છે.

• ગર્ભવતી મહિલાઓએ પૌષ્ટિક આહાર જ ખાવો જોઇએ. જે બાળકના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

• પ્રેગનેન્સી દરમિયાન ફાસ્ટ ફૂડ ખાવાથી દૂર રહેવું જોઇએ. તેમજ તીખુ અને તરેલું ખાવાથી સ્થૂળતા વધે છે તેમજ બાળકના સ્વાસ્થ્યને પણ નુક્સાન પહોંચે છે.

• પ્રેગનેન્સી દરમિયાના આર્યન અને કેલ્શિયમની ગોળી એક સાથે ન લેવી જોઇએ. તેને ખાવાના વચ્ચે થોડા સમયના અંતર રાખીને ગોળી લો.

• પ્રેગનેન્સી દરમિયાન અસહનીય માથાનો દુખાવો, આંખોનું સાફ ન દેખાવું, પેટમાં સૂજન આવવી અને તેજ દુખાવાની સમસ્યાનો અનુભવ થાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.

• આ દરમિયાન પ્રેગનેન્ટ મહિલાએ મીઠી વસ્તુઓનું સેવન ન કરવું જોઇએ. વધારે મીઠું ખાવાનું ખાવાથી માતા અને બાળક બન્નેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.