Health This can also cause bones osteoporosis to become very weak, know its serious damage
  • Home
  • Featured
  • આ કારણથી પણ હાડકા થઇ શકે છે એકદમ કમજોર, જાણો તેના ગંભીર નુકસાન

આ કારણથી પણ હાડકા થઇ શકે છે એકદમ કમજોર, જાણો તેના ગંભીર નુકસાન

 | 12:24 pm IST

લો કેલરી ડાયેટનો ઉપયોગ વજન ઓછું કરવા માટે કરવામાં આવે છે. વજન ઓછું કરવા માટે ડાયેટ એક્ષપર્ટ લો કેલરી ડાયેટની સલાહ આપે છે. લો કેલરી તમને અનેક રીતે નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી તમારા હાડકા કમજોર થઇ શકે છે અને તમે સમયથી પહેલા કમજોર બની શકો છો. જો તમે પણ વધતા વજનને ઓછું કરવા માટે લો કેલરી ડાયેટની સાથે એક્સર્સાઇઝ કરી રહ્યા છો તો હાડકાને નુકસાન થઇ શકે છે. હાલમાં થયેલી એક શોધ અનુસાર જો લો કેલરી ડાયેટ લેવાની સાથે એક્સર્સાઇઝ કરો છો તો હાડકા તૂટવાનો ડર રહે છે.

શોધ અનુસાર, લો કેલરી ડાયેટની સાથે એક્સર્સાઇઝ કરવાથી બોના મેરો ફેટ પર અસર પડે છે. તેનાથી હાડકા કમજોર થઇ જાય છે અને તૂટવાનો ખતરો વધી જાય છે.

હાઇ કેલરી ડાયેટની સાથે એક્સર્સાઇઝ વધારે ફાયદાકારક

શોધકર્તાઓએ તેમની શોધમાં એવું પણ મેળવ્યું છે કે જો હાઇ કેલરી ડાયેટની સાથે એક્સર્સાઇઝની વાત કરવામાં આવે છે. તો હાડકા મજબૂત થાય છે. હાડકાની મજબૂતી માટે હાઇ કેલરી ડાયેટની સાથે એક્સર્સાઇઝ વધારે ફાયદાકારક હોય છે.

બોન મેરો ફેટના કારણથી હાડકાની મજબૂતી પર અસર

શરીરમાં હાડકાના પોષણ માટે બોન મેરો ફેટનું મહત્વનું યોગદાન હોય છે. જો તેના ઉત્પાદનમાં ઉણપ કે વધારે હોય છે તો હાડકાની મજબૂતી પર અસર પડે છે. જો તમને વધારે જરૂરી ન હોય તો લો કેલરી ડાયેટની સાથે એક્સર્સાઇઝ ન કરો.

વજન ઓછું કરવા માટે સામાન્ય ડાયેટની સાથે એક્સર્સાઇઝ કરો. જલદી વજન ઓછું કરવાના ચક્કરમાં ખૂબ ઓછી કેલરીનું સેવન કરવા લાગો છો. જેનાથી હાડકા કમજોર થવાની સંભાવના ખૂબ વધી જાય છે.
આ પણ જુઓ : આ ખાસ અંગને દબાવવાથી વધતા વજનની સમસ્યાથી મળશે છૂટકારો WEB

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન