કમરનો દુખાવો કરાવે ઉઇ.... મા.... તો, અજમાવો આ ઘરગથ્થુ ટિપ્સ - Sandesh
  • Home
  • Health & Fitness
  • કમરનો દુખાવો કરાવે ઉઇ…. મા…. તો, અજમાવો આ ઘરગથ્થુ ટિપ્સ

કમરનો દુખાવો કરાવે ઉઇ…. મા…. તો, અજમાવો આ ઘરગથ્થુ ટિપ્સ

 | 12:25 pm IST

કમરના દુખાવા પાછળ ઘણી બધી બાબતો કારણભૂત હોય છે. તેના પાછળ તમારી ખરાબ આદતો પણ જવાબદાર હોઇ શકે છે. વધારે પડતુ કામ, બેસવા-ઉઠવામાં સરખુ ધ્યાન ના રાખવું, સ્ત્રીઓમાં માસિકમાં ગડબડ વગેરે કારણોથી કમરનો દુખાવો શરીરમાં ઘર કરી જાય છે. જો કે આજે ઘરે-ઘરે અડ્ડો જમાવીને બેસેલા કમરના દુખાવાને જડમૂળમાંથી મટાડવા માટે કેટલાક ઘરગથ્થુ નૂસખા આપવામાં આવ્યા છે.

– અજમો અને ગોળ સરખે ભાગે મેળવી સવાર સાંજ ખાવાથી કમરનો દુખાવો મટે છે..
– સૂંઠ અને ગોરખું સરખે ભાગે લઈ તેને ઉકાળો બનાવો, દરરોજ સવારે પીવાથી કમરનો દુખાવો મટે છે.
– ખજૂરની પાંચ પેશીનો ઉકાળો તૈયાર કરી તેમાં 2 ચમચી જેટલી મેથી ઉમેરી પીવાથી કમરનાં દુખાવામાં રાહત મળે છે.
– જાયફળને સરસિયાનાં તેલમાં ઘસી કમર પર માલિશ કરો તેનાથી કમરનો તેમજ જો સંધિવાનો દુખાવ હશે તો તે પણ મટે છે.
– સૂંઠ, લસણ, અજમો અને રાઈ નાખીને તેલ ગરમ કરી તેની માલીસ કરવાથી કમરના દુખાવાથી આરામ મળે છે.

શું ન ખાવુ જોઇએ..
કમરના દુખાવાને દૂર કરવા ચણા, જવ, ચોળા, વટાણા, ભીંડા, રિંગણ, આમલી, ગુવાર, દહીં, છાશ વગેરે પદાર્થો ન લેવા જોઇએ. તેલ, મસાલા, અથાણાં ન ખાવા જોઇએ.

શું ખાવુ જોઇએ..
સાદો-સુપાચ્ય આહાર લેવો. વાસી ખોરાક ન લેવો, લસણ, હિંગ, મેથી, અજમો, લીલાં શાકભાજી અને વાયુ દૂર કરે તેવો આહાર લેવો. વાયુનો પ્રકોપ થાય તેવું ભોજન લેવાથી કમરનો દુખાવો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન