ગરમીના કારણે થતી સમસ્યાઓને આ ઘરગથ્થુ ઉપાયોથી કરો દૂર – Sandesh
NIFTY 10,545.50 +0.00  |  SENSEX 34,297.47 +0.00  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • ગરમીના કારણે થતી સમસ્યાઓને આ ઘરગથ્થુ ઉપાયોથી કરો દૂર

ગરમીના કારણે થતી સમસ્યાઓને આ ઘરગથ્થુ ઉપાયોથી કરો દૂર

 | 4:20 pm IST

ઉનાળાની ઋતુમાં ગરમીના કારણે સ્વાસ્થ્યલક્ષી અનેક સમસ્યાઓ લોકોને સતાવતી હોય છે. આ બીમારી ગરમીના કારણે થતી હોય છે, તેથી તેને દૂર કરવા દવાઓ કરવાને બદલે કેટલાક ઘરગથ્થુ ઉપાય કરવાથી ઝડપથી રાહત મળી શકે અને શરીરમાંથી ગરમી પણ દૂર થાય છે.

– ધાણાના ચુરણને પાણીમાં ભેળવીને તેને ગાળી લો અને તેમાં થોડી ખાંડ ભેળવી પીવાથી ગરમીમાં લૂથી રાહત મળશે.
– દૂધીનાં રસમાં તુલસી,ફુદીનો,આદુનો રસ સપ્રમાણમાં લેવાથી કોલેસ્ટ્રોલ ઝડપથી ઘટે છે.
– હળદરને મધમાં ભેળવી કાકડા ઉપર લગાડવાથી વધેલા કાકડા બેસી જશે .
– નાના બાળકને ઝાડા થયાં હોય તો થોડા દૂધમાં જાયફળ ઘસી પીવડાવવાથી ઝાડા તો બંધ થાય છે.
– દિવેલમાં કપૂર નાખી તેનાં બે ટીપાં નાકમાં નાખવાથી શરદીથી બંધ થયેલું નાક ખૂલી જાય છે.
– તેલ માલિશથી મેદસ્વી વ્યક્તિનો મેદ ઘટે છે અને અતિ દુબળી વ્યક્તિનું શરીર પુષ્ટ બને છે.
– છાતીમાં બળતરા થતી હોય તો પા ભાગ પાણીમાં લીંબુ નિચોવીને પીવું જોઈએ.
– મીઠું, ખાવાના સોડા અને હળદર સરખા પ્રમાણમાં લઈ દાંતે ઘસવાથી દુઃખતા દાંતમાં રાહત રહેશે.
– રોજ રાત્રે ચાર-પાંચ તુલસીના પાંદડા નાખી તાંબાના લોટામાં પાણી ભરવું. નયણાકોઠે આ પાણી પીવાથી કુષ્ઠ રોગ, આંખોની તકલીફ, માથાનો દુઃખાવો, વાયુ, કફ વગેરેમાં રાહત મળે છે.
– ત્રિફળાના પાણીથી આંખો ધોવાથી આંખોની બળતરા ઓછી થાય છે.
– તાવ ઉતારવો હોય તો આખા ધાણા પલાળેલા પાણીમાં સાકર ઉમેરીને પીવું. તુરંત પરસેવો વળશે અને તાવ ઉતરી જશે.
– ગરમીને કારણે માથુ દુઃખતું હોય તો વરીયાળીને ખડી સાકર સાથે પલાળી દેવી, 1 કલાક પછી તેને ચાવીને ખાઈ લેવી.
– ફુદીનાના તાજા પાનનો એક ચમચો રસ અડધા કપ પાણીમાં ભેળવી પીવાથી પેટની ગરબડ અને ગેસના ભરાવામાં રાહત આપે છે.
– નહાવાનાં પાણીમાં ખસ કે ગુલાબજળ નાખીને નહાવાથી શરીરમાં ઠંડક લાગશે.
– તુલસીનાં માંજર પાણીમાં પલાળી એ પાણી પીવાથી શરીરમાં ઠંડક રહેશે.
– વજન વધારવું હોય તો રાત્રે સૂતી વખતે હુંફાળા દૂધમાં એક ચમચી મધ ઉમેરીને પી જવું.