Health Tired of excessive back pain than know these thing
  • Home
  • Featured
  • અતિશય કમરના દુખાવાથી પરેશાન છો તો જાણી લો આ ખાસ વાત અને તેના ઉપાય

અતિશય કમરના દુખાવાથી પરેશાન છો તો જાણી લો આ ખાસ વાત અને તેના ઉપાય

 | 8:35 pm IST

ઘણાં લોકોને કમર અને પગમાં ખૂબ દુખાવો રહે છે. જેના સાઇટિકાનો દુખાવો કહે છે. તો કેટલીક વખત ઓફિમાં વધુ સમય બેસી રહેવાથી પણ આ દુખાવો થવા લાગે છે. જેથી લોકો કેટલીક દવાઓ તેમજ ટ્યૂબનો ઉપયોગ કરે છે. પરંતુ કોઇ ફરક પડતો નથી. આ દુખાવાને થોડાક ઘરગથ્થુ ઉપચાર અને અભ્યાસ દ્વારા રાહત મળી શકે છે.

લાઇફસ્ટાઇલમાં બદલાવ
સાઇટિકાના દુખાવાથી બચવા માટે તમારે આ વાતો પર ખાસ ધ્યાન આપવું જોઇએ. ઘર,ઓફિસ કે કોઇપણ જગ્યાએ વધારે સમય સુધી બેસવું ન જોઇએ. પરંતુ દર અડધા કલાકે ખુરશીમાંથી ઉભા થઇ ચાલવું જોઇએ. તે સિવાય તમારી પીઠ પર વાંકા વળીને ભારે સામાન ન ઉઠાવવો જોઇએ. જો તમારે ખુરશી પર વધારે સમય બેસવું પડે છે તો તમે એક તકિયું મુકીને બેસી શકો છો. તે સિવાય ખોરાક પર ધ્યાન આપવું જોઇએ અને શિયાળામાં ગરમ કપડાં પહેરાવા જોઇએ.

કસરત
સાઇટિકાનો દુખાવો નસ ખેંચાવાથી કે તેમા સોજાના કારણે થાય છે. જેથી કસરત તેના બેસ્ટ ઉપાય છે. તેના માટે તમે એવી કસરત કરો કે જેમા કમરની આસપાસની નસ ખેંચાય. તે સિવાય તમે ઉભા થઇને તમારા સાથળને સ્ટ્રેચ કરી શકો છો. તેનાથી તમને દુખાવામાં ઘણી રાહત મળે છે અને નસ તેની યોગ્ય જગ્યા પર આવી જશે.

તેલની માલિશ
સરસો, તેલ કે જૈતુનના તેલમાં બ-ત્રણ ટૂકડા તજના પાન અને બે-ત્રણ કળી લસણ મિક્સ કરી સાંતળી લો. હવે આ તેલને દુખાવા વાળી જગ્યા પર અને કમર પર માલિશ કરો. જેથી દુખાવામાં ઝડપથી રાહત મળશે.

સીંધા લૂણ
શરીરના કોઇપણ ભાગમાં સોજા ઓછા કરવા માટે સીંધા લૂણનો ઉપયોગ કરવામાં આવે છે. સાઇટિકાના દુખાવાથી રાહત મેળવવા માટે તમે નવેશેકા પાણીમાં સિંધાલૂણ મિક્સ કરીને સ્નાના કરી શકો છો. તે સિવાય તમે ગરમ પાણીમાં સિંધા લૂણ ઉમેરી તેમા ટુવાલ પલાળીને તેનો શેક કરી શકો છો. આમ કરવાથી જલદી દુખાવામાં અને સોજામાં રાહત મળશે.

ફ્રોજન વટાણાંથી શેક
દુખાવા વાળી જગ્યાએ શેક દ્વારા પણ સાઇટિકાના દુખાવામાં રાહત મળે છે. તેના માટે ફ્રીજમાં જામી ગયેલા વટાણાને એક ટુવાલ કે કપડામાં લપેટી લો અને તેને દુખાવા વાળી જગ્યા અને સાઇટિકા નસોની આસપાસ 15 મિનિટ માટે રાખો. નસમાં સુજન ઓછી કરવા માટે તેની તરત બાદ તે જગ્યાએ ગરમ વસ્તુથી શેક કરો તેમજ નવશેકા પાણીથી સ્નાન કરી લો. જેથી નસની સૂજનમાં અને દુખાવામાં રાહત મળશે.