Health To remove the problem of gas and dysfunction, use of this 2 thing
  • Home
  • Health & Fitness
  • ગેસ અને અપચાની સમસ્યાને દૂર કરવા કરો આ 2 વસ્તુનું સેવન

ગેસ અને અપચાની સમસ્યાને દૂર કરવા કરો આ 2 વસ્તુનું સેવન

 | 3:24 pm IST

ગેસ અને અપચોના ઇલાજમાં અજમો અને હીંગનો પ્રયોગ ખૂબ લોકપ્રિય છે. ઓવરઇટિંગ, ધૂમ્રપાન કે ભોજનની વચ્ચે લાંબા અંતરાળની કારણથી અપચો કે ગેસની સમસ્યા થઇ જાય છે. ગેસ અને અપચો કોઇ બીમારી નથી પરંતુ તે સમાન્ય પાચન ક્રિયાનો એક ભાગ છે જેના કારણથી પેટમાં દુખાવો થઇ શકે છે. તેમજ પેટનો દુખાવો અને પેટમાં મરોડ આવવી, ગેસ સહિત અપચો તેના કેટલાક સામાન્ય લક્ષણ છે.તો ગેસ અને અપચાની સમસ્યાથી અજમો અને હીંગથી કેવી રીતે રાહત મળે છે. જે અંગે જાણીએ.

અજમો
– આયુર્વેદ મુજબ અજમાંમાં કેટલાક ઔષધીય ગુણ રહેલા છે. જે સ્વાદમાં કડવો અને તેની તાસિર ગરમ હોય છે. ગેસ અને અપચાની સમસ્યાથી રાહત મેળવવા માટે એક ચચમી અજમાના પાઉડરમાં સૂકા આદુનો પાઉડર ઉમેરી લો. અને તેમા એક ચપટી સંચળ મિક્સ કરી લો. આ મિશ્રણને પાણીમાં ઉમેરીને પી લો. જેથી ગેસ અને અપચાની સમસ્યાથી રાહત મળી શકે છે.

– અજમામાં થાઇમોલ નામના યૌગિક હોય છે. જે ગેસ્ટ્રિક રસને સ્ત્રાવ કરવામાં મદદ કરે છે અને પાચનને મજબૂત કરે છે. જો તમને પણ રોજ ગેસની સમસ્યા રહે છે તો તમે નિયમિત રીતે અજમાનું પાણી પી શકો છો. તેનાથી ગેસ અને અપચાની સમસ્યાથી રાહત મળે છે. તમે ઇચ્છો તો એક ચપટી અજમામાં થોડૂક સંચળ ઉમેરીને પણ ખાઇ શકો છો.

હીંગ
ગેસ અને અપચાની સમસ્યાથી રાહત મેળવવા માટે પણ હીંગ ખૂબ અસરકારક છે. તમે પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે હીંગ અને અજમાને એક સાથે સેવન કરી શકો છો. હીંગનું સેવન કરવાથી પેટ ફુલવાની સમસ્યાથી રાહત મળી શકે છે.

– હીંગમાં એન્ટી સેપ્ટિક, એન્ટી-ઇંફ્લામેટ્રી, એન્ટી-માઇક્રોબિયલ, એન્ટી-પાસ્મોડિક તત્વ રહેલા છે. હીંગનું સેવન કરવાથી તનાવ પણ ઓછો થઇ જાય છે. ખાસ કરીને તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ગેસ અને અપચાથી રાહત મેળવવા માટે એક ચપટી હીંગમાં 1/4 આદુનો પાઉડર ઉમેરી લો, તેમા થોડૂંક સંચળ ઉમેરીને નવશેકા પાણીની સાથે પીવાથી ગેસ અને અપચાની સમસ્યાની રાહત મળે છે.

– અપચાને કારણે પેટમાં દુખાવો રહે છે. પાણીમાં એક ટૂકડો હીંગ ઉમેરી લો અને ત્યાર પછી પાણી ગાળી લો. હીંગને પેટ પર લગાવી લો. જેથી અપચાને કારણે પેટમાં થતા દુખાવાથી રાહતમ મળી શકે છે.