પુરૂષોમાં પ્રોસ્ટેટ કેન્સરના ખતરાને ઓછું કરે છે ટામેટા, જાણો કેવી રીતે?

પુરૂષોમાં થતા કેન્સરમાં પ્રોસ્ટેટે કેન્સર મુખ્ય છે. પુરૂષોમાં રહેલા અખરોટ આકારની આ ગ્રંથિ શુક્રાણુઓ સંબંધિત તરળ પદાર્થ પેદા કરે છે. પ્રોસ્ટેટ કેન્સરનું સ્ટેજ વધારે હોવાથી હાલત ખરાબ થવા પર ઇલાજ દરમિયાન કેટલીક વખત આ ગ્રંથિને નીકાળવી પડે છે. હાલ એક સ્ટડીમાં સામે આવ્યું છે કે ટામેટાના સેવનથી પુરૂષોમાં પ્રોસ્ટેટ કેન્સરના ખતરાને ઓછો કરી શકાય છે.
યુકેની બ્રિસ્ટલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ સોશિયલ એન્ડ કોમ્યુનિટી મેડિસિને આશરે 20 હજાર પુરૂષોની લાઇફસ્ટાઇલ પર તેના સંબંધમાં સ્ટડી કરી. મેડિકલ જર્નલ કેન્સર એપિડેમોલોજી, બાયોમાર્ક્સ એન્ડ પ્રિવેંશનમાં પ્રકાશિત સ્ટડી મુજબ જે પુરૂષ દર અઠવાડિયે એક પોર્શન ટામેટાનું સેવન કરે છે તે પ્રોસ્ટેટ કેન્સરના ખતરાને 20
ટકા ઓછું કરે છે.
અભ્યાસમાં જાણ્યુ કે જે પુરૂષોએ ટામેટા કોઇપણ રીતે સેવન કર્યા જેમણે તેને કાચા સેવન કર્યા, રાંધેલા કે જ્યૂસ સહિત તેમા પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો તે લોકોના મુકાબલામાં ઓછો મળ્યો જેની ડાયેટમાં ટામેટા સામેલ ન હતા. રિસર્ચ કરનાર મુજબ ટામેટામાં કેન્સરથી લડવાનાર લાઇકોપિન તત્વ રહેલા છે તો ડીએનએને પ્રોટેક્ટ કરવાની સાથે જ સેલ ડેમેજ થવાથી બચાવે છે.
જોકે, રિસર્ચસે આ સ્ટડીને લઇને એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ટામેટા ખરેખર કેટલા અસરદાર છે તે અંગે કોઇપણ દાવો ત્યારે કરવામાં આવી શકે જ્યારે લેબમાં તેને લઇને ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન