યુરિન કરતા સમયે તમને પણ થાય છે દુખાવો , તો જાણો આટલું - Sandesh
  • Home
  • Health & Fitness
  • યુરિન કરતા સમયે તમને પણ થાય છે દુખાવો , તો જાણો આટલું

યુરિન કરતા સમયે તમને પણ થાય છે દુખાવો , તો જાણો આટલું

 | 12:30 pm IST

યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન એટલે યૂટીઆઇની સમસ્યા બાળકોથી લઇને મોટા દરેક લોકોને થઇ શકે છે. ભારતમાં આશરે 40 ટકા મહિલાઓ અને 12 ટકા પુરૂષ યુટીઆઇથી પીડાય છે અને તેમા પણ સૌથી વધારે બ્લેડર ઇન્ફેક્શનથી પીડિત છે. બ્લેડર ઇન્ફેકશન થવાના કારણ રોગ પ્રતિકારક શક્તિ કમજોર હોવી, મૂત્ર માર્ગમાં સર્જરી કે સ્વચ્છતા પર ધ્યાન આપવું અને ઓછું પાણી પીવાથી પણ થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓની આ સમસ્યામાંથી પસાર થવાની આશંકા વધારે હોય છે. આવો જોઇએ બ્લેડર ઇન્ફેક્શન શુ હોય છે. અને તે થવાના કારણ કયા છે.

શુ હોય છે બ્લેડર ઇન્ફેક્શન
બ્લેડર ઇન્ફેકશન એટલે બ્લેડરની અંદર જીવાણુંઓનું સંક્રમણ થવું. રોગ પ્રતિકારક શક્તિ કમજોર થવાથી આ ઇન્ફેક્શન થઇ શકે છે. આ સંક્રણ ખૂબ ઝડપથી ફેલાય છે. યોગ્ય સમયે તેનો ઇલાજ ન કરવામાં આવે તો તે વધી શકે છે. માટેૈ તેનો ઇલાજ કરી શકાય છે. આ સંક્રમણને નજરઅંદાજ કરવાથી જીવાણુંઓ ફેલાવવા અને કિડનીને લગતી કેટલીક બીમારી થવાની આશંકા વધી જાય છે. જેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

બ્લેડર ઇન્ફેક્શન થવાનું કારણ
બ્લેડર ઇન્ફેક્શનનું ખાસ કારણ જીવાણું એટલે બેક્ટેરિયા છે. આ શરીરમાં યુરિનરી ટ્રેક દ્વારા શરીરની અંદર બ્લેડર સુધી પહોંચી જાય છે. જે ઇન્ફેક્શનનું કારણ બને છે. યુરિન દ્વારા શરીરના ઝેરી પદાર્થ બહાર નીકળે છે. જે બેક્ટેરિયા બ્લેડર સુધી પહોંચી શકે છે. તે ત્વચાની અંદરના ભાગમાં ચોંટી જાય છે. અને કોઇપણ સમયે તે વધી શખે છે. એક શોધ અનુસાર વધારે બ્લેડર ઇન્ફેક્શન એસ્કેરીશિયા કોલી, ઇ.કોલી જીવાણુંના કારણે ફેલાય છે. આ જીવાણું કુદરતી રીતે મોટા આંતરડામાં હોય છે. શરીરમાં ઇન્ફેક્શન ત્યારે થાય છે જ્યારે મળ દ્રારા બેક્ટેરિયા ત્વચા પર ચોંટી જાય છે અને યુરિનરી ટ્રેકની અંદર જાય છે.

બ્લેડર ઇન્ફેક્શનના લક્ષણ
– પેશાબ કરતા સમયે દુખાવો થવો
– યુરિનનો રંગ ડાર્ક યલો કે લોહી આવવું
– યુરિનમાંથી વધારે પ્રમાણમાં ખરાબ દુર્ગંધ આવવી અને તેને રોકવી મુશ્કેલ થવી
– પેટના નીચેના ભાગમાં દુખાવો અને પ્રાઇવેટ પાર્ટમાં ખંજવાળ આવવી

બ્લેડર ઇન્ફેક્શન થવા પર આ વાતનું રાખો ધ્યાન
– પાણીનું વધારેમાં વધારે સેવન કરો. તે સિવાય નારિયેળ પાણી કે જ્યૂસ સહિત તરલ પદાર્થ પીઓ.
– યુરિનને રોકી ન રાખવી. તેનાથી સંક્રમણનો ખતરો વધી શકે છે.
– પ્રાઇવેટ પાર્ટની સ્વચ્છતા રાખો અને તે ભાગને સૂકુ રાખો.
– મસાલેદાર વસ્તુઓનું સેવન કરવાથી દૂર રહો અને કેફીનનું વધારે પ્રમાણ ન લો.