Health Use of a smartphone can lead to this serious illness
  • Home
  • Featured
  • સાવધાન! સ્માર્ટફોનના ઉપયોગથી થઇ શકે છે આ ગંભીર બીમારી

સાવધાન! સ્માર્ટફોનના ઉપયોગથી થઇ શકે છે આ ગંભીર બીમારી

 | 12:09 pm IST

સ્માર્ટફોનનો ઉપયોગ આજના સમયમાં લોકોની લાઇફસ્ટાઇલ બની ગઇ છે. સૂતા. ઉઠતા, બેસતા, જાગતા દરેક સમયે આપણે લોકો ફોનમાં વ્યસ્ત રહીએ છીએ. આપણી આસપાસ શુ થઇ રહ્યું છે કોઇ છે તેની ચિંતા રહેતી જ નથી. શુ તમે જાણો છો કે વધારે સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી તમારું કરોડરજ્જું ખરાબ થઇ શકે છે.

સ્માર્ટફોનનો વધારે ઉપયોગથી તમને ટેક્સ્ટ નેકની સમસ્યા થઇ શકે છે. ગરદનમાં દુખાવો થવાના કારણથી તમે વધારે લાંબો સમય સુધી તમારા ફોન, લેપટોપ કે ટેબલેટ પર કામ કરી શકતા નથી. આ સમસ્યા ખાસ કરીને યુવાઓ અને ટીનેજર્સમાં જોવા મળી રહી છે. જે ઘાણા લાંબા સમય સુધી તેમના સ્માર્ટફોનમાં વ્યસ્ત રહેતા હોય છે અને ચેટ કરે છે.

આપણી ગરદનની મસલ્સ માથાના વજનને યોગ્ય રીતે રાખે છે જે 10-12 પાઉન્ડ હોય છે. કેટલાક લોકો તેમના ફોનમાં જ્યારે વ્યસ્ત રહે છે ત્યારે 60 ડિગ્રી એંગલ પર તેમની ગરદન ઝુકાવીને વાત કરે છે. વધારે લાંબો સમય આ રીતે રહેવાથી આપણા કરોડરજ્જુ પર અસર પડે છે.

તેનાથી બચવા માટે તમે ફોનને થોડોક ઉપર તરફ રાખીને વાત કરો. ફોન તમારી આંખોની બરાબર હોવો જોઇએ, જેનાથી તમારી ગરદન પર કોઇપણ પ્રકારનું પ્રેશર ન પડે. કામની વચ્ચે બ્રેક લેવો પણ ખૂબ જરૂરી છે. ફોનથી થોડીક દૂરી બનાવો અને ફોન પર ચેટ કરતા સમયે તમારા પોશ્ચર પર પણ ધ્યાન રાખો.

સીધા ઉભા રહો. એક સારા પોશ્ચરમાં ઉભા રહેવું ખૂબ જરૂરી છે. ખભાને સીધા રાખો. ધીમેથી પાછળની તરફ નમો. બોડીને સ્ટ્રેટ રાખો. જો તમારી ગરદનમાં દુખાવાનો અનુભવ થાય છે તો તેના માટે બેઠા-બેઠા ગરદનની એકર્સાઇઝ કરો. સમય-સમય પર ગરદનને ઉપર-નીચે, ડાબી-જમણી તરફ ફેરવતા રહો. કામના વધારાના સ્ટ્રેસને હેન્ડલ કરવા માટે તમારી કમર અને ગરદનને સ્ટ્રોન્ગ રાખો. ખભાને સ્ટ્રેચ કરતા રહો. તેનાથી લોહીનું પરિભ્રમણ યોગ્ય રહેશે.