Health Use this senetorypad in Periods to keep these things
  • Home
  • Featured
  • પીરિયડ્સમાં સેનેટરી પેડનો ઉપયોગ કરતા આ વાતનું ખાસ રાખો ધ્યાન

પીરિયડ્સમાં સેનેટરી પેડનો ઉપયોગ કરતા આ વાતનું ખાસ રાખો ધ્યાન

 | 2:05 pm IST

પીરિયડ્સ મહિલાઓના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તે એક કુદરતી પ્રોસેસ છે. દરેક યુવતીએ આ પ્રોસેસ માટે સેનેટરી પેડનો ઉપયોગ કરે છે. પરંતુ શુ તમે જાણો છો કે સેનેટરી પેડની ખરીદવું જ મહત્વનું નથી. તેને ખરીદતા સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડે છે. જેમ કે, તે પેડ હેલ્ધી છે. શુ તે કમ્ફર્ટેબલ છે. શુ તે હાઇજેનીક છે. તો ચાલો જોઇએ પેડ ખરીદતા સમયે મહિલાઓને કઇ કઇ વાતો પર વિશેષ ધ્યાન રાખવું જોઇએ.

સિંથેટિક પેડ્સના ઉપયોગથી દૂર રહો
પેડ ખરીદતા સમયે સૌથી પહેલા આ વાતનું ધ્યાન રાખો કે તે ઇકો-ફ્રેન્ડલી હોય. હંમેસા એવા સેનેટરી પેડનો ઉપયોગ કરો જેને સહેલાઇથી ડિસ્પોજ કરી શકાય. જે પેડસ ડિસ્પોજ થઇ શકતા નથી. તેની સાથે-સાથે તેનાથી વાતાવરણને પણ નુકસાન થઇ શકે છે. તે સિવાય સિંથેટિક પેડ્સનો ઉપયોગ કરવાથી બચવું જોઇએ. તેની જગ્યાએ તમે બાયોડ્રિગ્રેડેબલ પેડ્સનો ઉપયોગ કરો. તેની સાથે-સાથે વાતાવરણ માટે પણ સારું છે.

ક્વોલિટીનું ધ્યાન રાખો
પેડની ક્વોલિટીનું ખાસ ધ્યાન રાખો. કેટલીક વખત ઓછા પૈસાને લઇને મહિલાઓ કોઇ પણ સેનેટરી પેડ્સ ખરીદી લે છે. જો તમે પણ આવું કરો છો તો સાવાધાન થઇ જાવ, કારણકે પેડની ક્વોલિટી સારી હોવી જોઇએ. કેટલીક કંપનીઓ દાવા કરે છે કે તેમના દ્વારા બનાવવામાં આવેલા સેનેટરી પેડ કુદરતી હોય છે.પરંતુ એવું નથી હોતું. કેટલીક કંપનીઓ તેની ઉપરની શીટ માટે બસ નેચુરલ ઉપયોગ કરે છે. જેથી પેડ ખરીદતા સમયે ધ્યાન આપો કે નેપકિન કોર્ન સ્ટાર્ચથી બનેલા હોય.

હાઇજીનનું રાખો ધ્યાન
કેટલીક મહિલાઓ એક જ પેડને લાંબો સમય સુધી ઉપયોગ કરે છે. તે ખતરનાક હોય શકે છે. કારણકે કેટલાક પેડ્સ ફક્ત એક વખત ઉપયોગમાં લેવા માટે બનાવવામાં આવે છે. પરંતુ તમે તેને લાંબો સમય સુધી ઉપયોગ કરો છો. તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાની સંભાવના વધારે રહે છે.

યોગ્ય સાઇઝ પસંદ કરો.
બ્રાન્ડના હિસાબથી દરેક પ્રકારની સાઇઝ હોય છે.પરંતુ મહિલાઓ ક્યારેય પણ તેમના માટે યોગ્ય સાઇજના સેનેટરી પેડને પસંદ કરતી નથી. પીરિયડ્સમાં દરેક મહિલાની બ્લીડિંદનો ફ્લો અલગ હોય છે. કેટલીક મહિલાઓ હેવી ફ્લોનો સામનો કરે છે. આ દરમ્યાન બ્લડ શોષવા માટે સેનેટરી પેડનો ઉપયોગ કરવામાં આવે છે અને તે અલગ-અલગ સાઇઝમાં આવે છે.