આ પીણું પીવાથી વજન ઘટવાની સાથે મળશે અન્ય બિમારીઓથી છૂટકારો - Sandesh
  • Home
  • Health & Fitness
  • આ પીણું પીવાથી વજન ઘટવાની સાથે મળશે અન્ય બિમારીઓથી છૂટકારો

આ પીણું પીવાથી વજન ઘટવાની સાથે મળશે અન્ય બિમારીઓથી છૂટકારો

 | 1:05 pm IST

આજે જે કોઇને પણ જોવા તે કોઇને કોઇ બિમારીથી જરૂર પીડાય છે અને બિમારીને લઇને દવાઓ લેતા રહે છે. કારણકે આજકાલ મરી મસાલા વાળી ખાણી-પીણી તેમજ જીવન શૈલી એવી થઇ ગઇ છે કે જેનાથી ઘણી બિમારીઓ થાય છે. આ બિમારીઓથી છૂટકારો મેળવવા અમે તમારા માટે એક એવું પીણું લાવ્યા છીએ કે જેનાથી તમારી દરેક બિમારીઓમાંથી છૂટકારો મળશે. આજે અમે આદુથી બનેલા પીણાના ફાયદા જણાવીશું. આદુનો ઉપયોગ મસાલા તરીકે કરવામાં આવે છે. આદુમાં ઘણાં ઔષધિ ગુણ રહેલા છે.જેમા એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ,એન્ટી વાયરલ અને એન્ટી ઇફ્લેમેંટરી ગુણ રહેલા છે. જે આપણા શરીરને સ્વસ્થ રાખે છે.

સામગ્રી
1 ગ્લાસ ચોખ્ખુ પાણી
20 ગ્રામ આદુ
1 ચમચી મધ

બનાવવાની રીત
એક વાસણમાં પાણી અને આદુના ટૂકડા પીસીને નાખો. તેને 10થી 15 મિનિટ સુધી ઉકાળો. તે બાદ તેને ગેસ પરથી ઉતારી લો. હવે આ પાણી નવશેકુ થાય એટલે તેમા 1 ચમચી મધ મિક્સ કરો. તમારુ પીણુ તૈયાર છે. આ પીણાનું સેવન રાતે ભોજન પછી એક કલાક બાદ લેવું. તે બાદ જમવું નહી.

ફાયદા

• આદુનું પીણું પીવાથી વજન ધટવામાં મદદ મળે છે. આદુનું પાણી પીવાથી શરીરના મેટાબોલિજ્મને બરાબર રાખે છે. જેથી શરીરમાંથી ચરબી ઓછી થાય છે અને વજનમાં પણ ઘટાડો થાય છે.
• ડાયાબિટિસના રોગથી પીડાતા લોકો માટે આ પીણુ ફાયદાકારક છે. આદુના પાણીથી શરીરમાં શુગર લેવલ કંટ્રોલ થઇ જાય છે.
• આદુનું પાણી પીવાથી માથાના દુખાવમાં રાહત મળે છે. આ પાણીથી મગજની કોશિકાઓ શાંત રહે છે. જેથી માથાના દુખાવા અને માઇગ્રેન જેવી સમસ્યાઓ દૂર થાય છે.
• આ પાણીથી શરીરમાં રહેલા ઝેરી તત્વ બહાર આવી છે અને લોહીમાં શુદ્ધિ થાય છે. તેમજ ત્વચા સંબંધિ મુશ્કેલીઓ દૂર થાય છે. ખીલ જેવી સમસ્યામાંથી પણ રાહત મળે છે.
• આદુના પાણીના સેવનથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જેનાથી ઘણાં રોગોથી લડવામાં તાકત મળે છે. તે ઉપરાંત શરદી-ઉધરસ સહિત વાયરલ ઇન્ફેક્શન જેવી બિમારીઓથી છૂટકારો મળે છે.
• જે લોકો શ્વાસ સંબંધી બિમારીથી પીડાતા હોય તેના માટે આદુનું પાણી ખૂબ ગુણકારી છે. આ પાણીથી અસ્થમાં અને બલગમ જેવી પરેશાની દૂર થાય છે. કારણકે તેમા એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા છે.
• આદુનું પાણી પીવાથી પાંચન તંત્ર યોગ્ય રીતે કામ કરે છે. જેથી આપણું ખાવાનું સહેલાઇથી પચી જાય છે અને પેટમાં એસીડીટી જેવી સમસ્યાઓનો પણ અંત આવે છે.
• મહત્વની વાત છે કે આદુનું પાણી પીવાથી શરીરમાં લોહી પાતળું થાય છે અને જેનાથી બ્લડ પ્રેશરની ફરિયાદ પણ દૂર થાય છે. તે ઉપરાંત તે કોલેસ્ટ્રોલ ઘટાડે છે. જેથી લોહીનું પ્રમાણ બરાબર રહે છે અને હૃદય રોગ જેવી બિમારીઓ પણ દૂર રહે છે.