ઘરે બનાવો આ હલવો, 1 અઠવાડિયામાં પેટની ચરબી થશે દૂર - Sandesh
  • Home
  • Health & Fitness
  • ઘરે બનાવો આ હલવો, 1 અઠવાડિયામાં પેટની ચરબી થશે દૂર

ઘરે બનાવો આ હલવો, 1 અઠવાડિયામાં પેટની ચરબી થશે દૂર

 | 6:31 pm IST

આજકાલ ફિટ બોડી ફક્ત મહિલાઓજ નહી પુરૂષો માટે પણ પહેલી પસંદ બની ગઇ છે. દરેક લોકો તેમના શરીરને સ્વસ્થ રાખવાની સાથે ફિટ રહેવા પણ માંગે છે. પરંતુ બગડતી લાઇફસ્ટાઇલના કારણથી વધતું વજન અને ચરબી તમારી પર્સનાલિટીને ખરાબ કરી દે છે. વજન ઘટાડવા અને પેટની ચરબી ઓછી કરવા લોકો ઘણાં ઉપાય કરે છે. પરંતુ આખરે ઝીરો જ મળે છે. પરંતુ અમારી પાસે એક એવો ઉપાય છે જે કરવાથી તમારા પેટની ચરબી ઓછી થઇ જશે. જો તમે કાચા પપૈયાનો હલવો ખાશો તો ઝટપટ પેટની ચરબી દૂર થશે.

વજન ઓછું કરવા માટે આમ તો ઘણાં ઘરેલું ઉપાય છે પરંતુ આ દરેકમાં આ એક શ્રેષ્ઠ ઉપાય છે. જે આજે અમે તમને જણાવી રહ્યા છીએ. જો તમે થોડાક દિવસમાંજ વજન ઓછું કરવા માંગો છો તો કાચા પપૈયાનું સેવન કરો. તેમજ તમે કાચા પપૈયાને સલાડની જેમ પણ સેવન કરી શકો છો. તે તમારા સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે.

કાચા પપૈયાનો હલવો બનાવવાની રીત
કાચા પપૈયાનો હલવો બનાવવા માટે સૌ પ્રથમ તેને નાના ટૂકડામાં કટ કરી લો. તે બાદ તેને કોઇ વાસણમાં આશરે અડધો ગ્લાસ પાણી ઉમેરી ધીમી આંચ પર રહેલા છે. તેને 20-25 મિનિટ બરાબર બાફો. જ્યારે પપૈયું બરાબર ગળી જાય તો તેને મસળી લો. જો તમે ઇચ્છો તો તેમા થોડીક ખાંડ ઉમેરી શકો છો. આ હલવાને અઠવાડિયામાં આશરે 3થી 4 વખત સેવન કરો. જેનાથી તમારા પેટની ચરબી ઓછી થઇ જશે.

જોકે ચરબી ના એક દિવસમાં ઘટે છે અને ના એક દિવસમાં વધે છે. તેના માટે લાઇફસ્ટાઇલમાં ઘણાં સુધારા કરવા જરૂરી છે. સંતુલિત આહારની સાથે નિયમિત વ્યાયામ કરવાથી પણ પેટની ચરબીથી છૂટકારો મળી શકે છે. તેમજ જંક ફૂડ અને મરી મસાલા વાળી વસ્તુઓથી દૂર રહો.