Health When the Prostate increases with increasing age, keep this in mind
  • Home
  • Featured
  • જ્યારે વધતી ઉંમરની સાથે વધી જાય Prostate, તો રાખો આ વાતનું ધ્યાન

જ્યારે વધતી ઉંમરની સાથે વધી જાય Prostate, તો રાખો આ વાતનું ધ્યાન

 | 12:18 pm IST

પ્રૉસ્ટેટ ગ્રંથિ પુરૂષોમાં રહેલી હોય છે. જેને નીકાળનાર પદાર્શ સ્પર્મને જીવિત અને સ્વસ્થ રાખે છે. વીર્યનો લગભગ 70 ટકા ભાગ આ ગ્રંથિની અંદર નિર્મિત થાય છે. વધતી ઉંમરની સાથે હોર્મોન સંબંધી બદલાવના કારણે પ્રૉસ્ટેટનો આકાર વધવા લાગે છે. જેનાથી પુરૂષોમાં અલગ-અલગ લક્ષણ પેદા થાય છે.

લક્ષણો

– તરત પેશાબની ઇચ્છા થવી.
– વારંવાર પેશાબ આવવો
– પેશાબની ઇચ્છા થવા પર પેશાબ ન રોકી શકો
– પેશાબની ધાર પાતળી હોય
– અંતમાં પેશાબ ટપકી રહે

થાય છે આવી સમસ્યા

ધ્યાન રહે કે પ્રૉસ્ટેટના આકારનો હંમેશા લક્ષણોથી સંબંધ હોતો નથી. કેટલીક વખત થોડીક વૃદ્ધિના કારણથી લક્ષણ ઉત્પન્ન થઇ શકે છે. તો કેટલીક વખત વધી પણ જાય છે. તે બાદ પણ પ્રૉસ્ટેટ-વદ્ધિના લક્ષણ જોવા મળતા નથી. પ્રૉસ્ટેટ વધવાના કારણે મુત્ર સંબંધી આ લક્ષણ માત્ર અંહી સમાપ્ત થતા નથી. તેના કારણે રોકાયેલા પેશાબમાં ઇન્ફેક્શન કે પથરીનું નિર્માણ પણ થઇ શકે છે. તે સિવાય તેનાથી મુત્રાશય અને પથરીને પણ ક્ષતિ પહોંચી શકે છે.

હોર્મોન સંબંધી બદલાવ, સ્થૂળતા પણ કારણ

પ્રૉસ્ટેટ વૃદ્ધિને મેડિકલ ભાષામાં બેનાઇન પ્રૉસ્ટેટિક હાયપરપ્લેજિયા (બીપીએચ) કહેવામાં આવે છે. તેને કોઇ પ્રયાસ દ્વારા રોકી લેવા સંભવ નથી. વધતી ઉંમરના કારણે થનારા હોર્મોન સંબંધી બદલાવ, સ્થૂળતા, સક્રિય જીવન ન વીતાવવા પર પરિવારમાં અન્ય પુરૂષોમાં આ રોગને પહેલા થવો કોઇ વ્યક્તિમાં તેના માટે આશંકા વધારે છે.

યુરોલૉજિસ્ટથી કરો સંપર્ક

લક્ષણો સિવાય ડિઝિટલ રેક્ટલ એક્ઝામિનેશન (ડીઆઆઇ) દ્વારા પણ ડૉક્ટર પ્રૉસ્ટેટની સાઇઝની જાણકારી હાંસલ કરે છે. તે સિવાય તે અન્ય તપાસ કરાવે છે અને ઉપચાર શરૂ કરી દે છે. પ્રૉસ્ટેટ વૃદ્ધિનો ઉપચાર દવાઓ તેમજ સર્જરી દ્વારા કરવામાં આવે છે. જણાવવામાં આવેલા લક્ષણોની સ્થિતિમાં દર્દીને યુરોલૉજિસ્ટથી સંપર્ક કરવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન