વ્હાઇટ ડિસ્ચાર્જમાં ન કરો આ વસ્તુનું સેવન, વધી જશે સમસ્યા - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • વ્હાઇટ ડિસ્ચાર્જમાં ન કરો આ વસ્તુનું સેવન, વધી જશે સમસ્યા

વ્હાઇટ ડિસ્ચાર્જમાં ન કરો આ વસ્તુનું સેવન, વધી જશે સમસ્યા

 | 4:26 pm IST

મહિલાઓમાં વ્હાઇટ ડિસ્ટાર્જની સમસ્યાઓ પણ સામાન્ય જોવા મળે છે. જેને લ્યૂકોરિયા પણ કહેવામાં આવે છે. સફેદ પાણીનું પીરિયડ્સથી પહેલા કે બાદમાં આવવાનું સ્વાભાવિક છે. પરંતુ વધારે પ્રમાણમાં સફેદ પાણી આવવું એક બીમારી હોય શકે છે. આ બીમારી કોઇપણ ઉંમરની મહિલાઓને થઇ શકે છે. શરીમાં નબળાઇ, ઇન્ફેક્શન, ગાંઠ, ઇજા કે અલસરના કારણે આ સમસ્યામાં ડાયેટમાં ખૂબ ધ્યાન રાખવું પડે છે. પરંતુ આજે અમે તમને કેટલાક એવા ફૂડ્સ અંગે જણાવવા જઇ રહ્યા છીએ જેનું સેવન કરવાથી આ સમસ્યામાં વધારો થઇ શકે છે. આ બીમારીમાં દર્દીને ઇલાજની સાથે-સાથે કેટલીક એવી વસ્તુઓથી દૂર રહેવું જોઇએ જેનાથી જલદી સારુ થાય છે. તો આવો જોઇએ વ્હાઇટ ડિસ્ચાર્દમાં તમારે કઇ કઇ વસ્તુઓથી દૂર રહેવું જોઇએ.

વ્હાઇટ ડિસ્સાર્જના કારણ
યોનિની સ્વચ્છતા ન રાખવી
કોઇ વાતથી ગભરાટ થવી
પોષક આહારમાં ઉણપ
ગર્ભાશયમાં કોઇ ઇજા થવી
યુરીનરી ટ્રેક્સ ઇન્ફેક્શન
બેક્ટેરિયા કે કોઇ ફંગલ ઇન્ફેક્શન
ડાયાબિટીસ કે એનીમિયા

આ વસ્તુઓથી રહો દૂર
• લ્યૂકોરિયામાં મહિલાઓએ નોનવેજનું સેવન ન કરવું જોઇએ. તેમા રહેલા એનિમલ પ્રોટીન શરીરમાં ઇંફ્લામેશનને વધારે છે. જે વ્હાઇટ ડિસ્ચાર્જની સમસ્યામાં વધારો કરે છે.

• વ્હાઇટ ડિસ્ચાર્જમાં આથા વાળી વસ્તુઓ એટલે કે ઇડલી, ઢોંસાનું સેવન પણ ન કરવું જોઇએ, તેના સેવનથી આ સમસ્યામાં વધારો થઇ શકે છે.

• જો તમને પણ આ સમસ્યા હોય તો તીખી-તરેલી, મસાલેદાર અને ખાટી વસ્તુઓથી દૂર રહેવું જોઇએ. કારણકે તેનાથી પણ ઓવરીમાં ઇંફ્લામેશન થાય છે.

• તમારી ડાયેટમાં બ્રેડ કે મશરૂમને પણ સામેલ ન કરો. તેનાથી પણ લ્યૂકોરિયાની સમસ્યા પણ વધી જાય છે.

• કડક ચા, કોફી, આલ્કોહોલ અને કોલ્ડ ડ્રિંક વધારે પીવાથી પણ આ સમસ્યામાં વધારો થઇ શકે છે.

• તમારા આહારમાં મેંદો, ચણાનો લોટ, ચણા, તુવેરની દાળ, ઇંડા, અથાણા તેમજ લાલ મરચાનું સેવન પણ ન કરવું જોઇએ. લ્યૂકોરિયામાં આ વસ્તુઓનું સેવન પણ ન કરવું જોઇએ.

• જોકે શાક ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. પરંતુ આ સમસ્યામાં રીંગણ, કારેલા, અરવી અને વધારે બટેટા તેમજ ડુંગળીનું સેવન ન કરવું જોઇએ.

• વ્હાઇટ ડિસ્ચાર્જની સમસ્યામાં દારૂ, સિગારેટ અને તમાકુંના ઉપયોગથી દૂર રહો.