Health Why Men Shrink In The Winter 'Private Part'
  • Home
  • Featured
  • કેમ પુરૂષોના ‘પ્રાઇવેટ પાર્ટ’ શિયાળામાં સંકોચાઇ જાય છે ?

કેમ પુરૂષોના ‘પ્રાઇવેટ પાર્ટ’ શિયાળામાં સંકોચાઇ જાય છે ?

 | 2:34 pm IST

શુ તમે વિન્ટર વજાઇના અંગે સાંભળ્યું છે? જો ના તો આજે અમે તમને જણાવીશું કે શિયાળામાં જ્યારે વધારે ઠંડી પડે છે તે દરમ્યાન મહિલાઓના પ્રાઇવેટ પાર્ટમાં ખાસ કરીને લુબ્રિકેશન ઓછુ થઇ તે સૂકુ પડી જાય છે. જ્યારે હવે વધુ એક થિયરી સામે આવી છે ડેમા આ વાત જણાવવામાં આવી રહી છે કે કેવી રીતે આપણા પ્રાઇવેટ પાર્ટ પર બદલાતી ઋતુનો અલગ-અલગ પ્રભાવ પડે છે. અને થિયરી મુજબ પુરૂષોના પ્રાઇવેટ પાર્ટને લઇને ખરાબ ખબર છે.

ઇરેક્શન અને ઓર્ગેજમમાં મુશ્કેલી
સેક્સ નિષ્ણાંતની માનીએ તો શિયાળાની ઋતુમાં પુરૂષોના પ્રાઇવેટ પાર્ટ એટલે કે પેનિસ સંકોચાઇ જાય છે. ઇરેક્શન ઓછું થવા લાગે છે અને ઓર્ગેજ્મ સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે સેક્સ એન્ડ રિલેશનશિપ એક્ષપર્ટે કહ્યું કે આવું એટલા માટે થાય છે કારણકે શિયાળામાં જ્યારે તાપમાન ખૂબ ઓછુ હોય છે તો એવામાં આવનાર બ્લડ વેસલ્સ એટલે કે લોહીની ધમનીઓ જામવા લાગે છે.

લંબાઇમાં 50 ટકા સુધીનો ઘટાડો
નિષ્ણાંત મુજબ જ્યારે વાતાવરણ ખૂબ ઠંડુ થઇ જાય છે તો પુરૂષોની પેનિસની લંબાઇ આશરે 50 ટકા સુધી ઓછી થઇ જાય છે. જ્યારે પહોળાઇમાં 20-30 ટકા ઘટાડો થઇ જાય છે. ઠંડીની ઋતુમાં આપણું શરીર પ્રાઇવેટ પાર્ટ માટે અવેલેબલ હીટ અને એનર્જીને શરીરના મધ્ય ભાગમાં રહેલા જરૂરી અંગ સુધી પહોંચે છે. આ દરમ્યાન ટેસ્ટિકલ્સ પણ સંકોચાઇને શરીરથી ફીટ થઇ જાય છે જેથી તે ગરમ રહી શકે.

સંવેદનશીલતા પણ થઇ જાય છે ખતમ
ચેન્જિંગ સીઝનમાં પણ પ્રાઇવેટ પાર્ટની સાઇઝ પર જ અસર નથી થતી પરંતુ ઠંડીની ઋતુમાં પેનિસની સંવેદનશીલતા પણ ખૂબ વધારે ઓછી થઇ જાય છે. એવામાં તેને અડવા પર પણ ઉત્તેજના અનુભવાતી નથી. આ કારણોથી શિયાળામાં પુરૂષોને ઓર્ગેજમ હાંસલ કરવામાં વધારે સમય લાગે છે. માત્ર એટલા માટે જ નહીં કે તેમને શારીરિક રીતે ઠંડી લાગી રહી હોય છે પરંતુ ઠંડી લાગવાના કારણે પમ તેમના ઓર્ગન યોગ્ય રીતે કામ કરી શકતા નથી.