Health With 2 minutes of work, the actor 13kg weight loss try Tips
  • Home
  • Featured
  • 2 મિનિટના આ કામથી અભિનેતાએ ઘટાડ્યું 13 KG વજન, અજમાવો જાપાની Tips

2 મિનિટના આ કામથી અભિનેતાએ ઘટાડ્યું 13 KG વજન, અજમાવો જાપાની Tips

 | 1:36 pm IST

વધતું વજન શરીરમાં થાઇરોઇડ, પીસીઓડી અને ડાયાબિટીસ જેવી ભયંકર બીમારીઓનું કારણ બની શકે છે. વધતુ વજન ન માત્ર તમારુ લુક ખરાબ કર છે. પરંતુ તે બ્લડ ડિસઓર્ડર અને હાર્ટ એટેક જેવી બીમારીઓનું કારણ પણ બને છે. જો તમે પણ વધતા વજનથી પરેશાન છો તે નવી જાપાની ટેકનીકથી આ સમસ્યાને દૂર કરી શકો છો.

વજન ઓછું કરવા માટે એક જાપાની ટેકનિક હાલ ખૂબ પોપ્યુલર થઇ રહી છે. આ ટેકનીક દ્વારા તમે ઝડપથી તમારું બેલી ફેટ ઘટાડી શકો છો. જાપાનના એક અભિનેતા માઇક રયોસ્કે આ રીતને અજમાવી છે.

માઇકનું કહેવું છે કે આ જાપાની ટેકનીકથી તેમનું 13 કિલોગ્રામ વજન ઓછું થયું છે. અભિનેતાએ 4.7 ઇંચ પેટ ઓછું કર્યું હોવાનો દાવો પણ કર્યો છે. તમને જણાવી દઇએ કે આ માત્ર બે મિનિટની એક્સરસાઇઝનું પરિણામ છે. પરંતુ તેને પીઠના દુખાવાની સમસ્યાથી પણ મુક્તિ મળી છે. માઇકે ખૂબ ઘણા ઓછા સમયમાં વજન ઘટાડ્યું છે.

કેવી રીતે કરવાની જાપાની એક્સરસાઇઝ?

જમીન પર તમારો એક પગ આગળની તરફ અને બીજો પગ થોડોક પાછળની તરફ રાખો. તમારા શરીરના પાછળના ભાગ અને પગ પર દબાણ કરો. તે બાદ હવામાં ઉપર હાથ ઉઠાવીને 3 સેકન્ડ સુધી શ્વાસ ખેંચો.

આ આખી પ્રક્રિયા પૂરી થયા બાદ 7 સેકન્ડ સુધી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકાળો. શ્વાસ છોડતા તમે તમારા હાથને ટાઇટ કરીને ઉપરથી નીચે તરફ લાવવાની કોશિશ કરો. આમ 2-10 મિનિટ સુધી રોજ કરવાથી તમારું વજન ઓછું થવા લાગશે.

ડાયેટ પર પણ રાખો કંટ્રોલ

આ જાપાની રીતને ફોલ કરી તમે તમારી ડાયેટ પર પણ કંટ્રોલ કરલું પડશે. વધારે પ્રમાણમાં તીખુ-તળેલું કે જંક ફૂડથી દૂર રહો. શુગર ડ્રિંક્સ, વ્હાઇટ બ્રેડ, પાસ્તા અને આલ્કોહોલનું સેવન કરવાનું બંધ કરો.

કરો આ વસ્તુનું સેવન

તમારા પેટની ચરબી ઓછી કરવા માટે તમે કેળા, દહીં, તાજા ફળ-શાકભાજી, બદામ સહિતની વસ્તુઓનું સેવન કરી શકો છો.

આ વીડિયો પણ જુઓ – દિવસમાં કેટલીક આદતો દ્વારા મેળવો ફિટનેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન