જાણો આખરે મહિલાઓને કેમ હોય છે કિડનીની વધારે સમસ્યા - Sandesh
NIFTY 10,435.70 +14.30  |  SENSEX 33,902.26 +-15.68  |  USD 64.9550 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • જાણો આખરે મહિલાઓને કેમ હોય છે કિડનીની વધારે સમસ્યા

જાણો આખરે મહિલાઓને કેમ હોય છે કિડનીની વધારે સમસ્યા

 | 3:02 pm IST

કિડની શરીરનો મહત્વનો ભાગ છે. તે લોહીમાંથી નીકળનાર ખરાબ અને તરલ પદાર્થ જેને ક્રિએટનિન કહે છે. જે તેને ગાળીને શરીરમાંથી બહાર નીકાળી દે છે. જ્યારે કિડનીમાં કોઇપણ પ્રકારની પરેશાની આવે છે તો તે કામ કરવાનું બંધ કરી દે છે. જેનાથી શરીરમાં બેકાર પદાર્થ જમા થવાનું શરૂ થઇ જાય છે. યોગ્ય સમય પર તેને ઓળખી ન શકો અને તેના ઇલાજમાં કાળજી ન લેવાથી આ બીમારી જીવલેણ સાબિત થઇ શકે છે. એક શોધમાં આ વાત સાબિત થઇ છે કે પુરૂષોના મુકાબલામાં મહિલાઓને કીડનીની બીમારી વધારે હોય છે. ભારતમાં વધારે મહિલાઓને કિડનીની સમસ્યા થવાની ફરિયાદ ડાયાબિટીસ, સ્થૂળતા અને હાઇ બ્લડ પ્રેશરના કારણે થાય છે. તે સિવાય અન્ય કેટલાક કારણ છે જે કિડનીને નુક્શાન પહોંચાડી શકે છે. તમારી લાઇફસ્ટાઇલમાં સુધારો કરીને બીમારીઓથી બચી શકો છો.

કિડની રોગના લક્ષણ
લોહીની ઉણપ
યુરિનમાં લોહી આવવું
ભૂખ ઓછી લાગવી
થાક લાગવો
વજનમાં બદલાવ આવવો
હાઇ બ્લડ પ્રેશર

કારણ
એવા ઘણા કારણ છે કે જના કારણે લોકો કિડનીની ચપેટમાં આવી જાય છે. ભરપૂર ઉંઘ ન લેવાથી પણ કિડન પર ખરાબ અસર પડજે છે. લાંબો સમય યુરિન રોકી રાખવા, જરૂરતથી વધારે પેઇન કિલર દવાઓનું સેવન કરવું અને ભોજનમાં વધારે મીઠાનો ઉપયોગથી કિડનીને લગતી બીમારીઓ થઇ શકે છે. તે સિવાય હાઇ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ પણ તેનું કારણ છે.

ગર્ભાવસ્થા દરમિયાના મહિલાઓમાં ઇક્લેમ્પસિયા સિવાયના અન્ય કેટલાક સ્વાસ્થ્ય સંબંધી નબળાઇ આવવા લાગે છે. તે સિવાય મુત્ર માર્ગમાં સંક્રમણ, પ્રજનન ક્ષમતામાં કમજોરી, તનાવની અસર કિડની પર પડવા લાગે છે. સ્વસ્થ રહેવા માટે પોતાની સાચવણી કરવી પણ ખૂબ જરૂરી છે. શરીરમાં લોહીની ઉણપ અને ઉંઘ ન લેવી તેમજ રોગ પ્રતિકારક શક્તિ ઓછી જેવી સમસ્યા મહિલાઓમાં વધારે જોવા મળે છે. આ કારણોસર કિડનીના સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કરે છે.

સાચવણી
કિડનીને સ્વસ્થ રાખવા માંગો છો તો સિગારેટ, દારૂ તેમજ નશા વાળા પદાર્થોથી દૂર રહેવું જોઇએ. તેની સાથે જ ભરપૂર પાણીનું સેવન કરવું જોઇએ. તે સિવાય તમે લીલા શાકભાજી, ફળ તેમજ દ્રાક્ષનું વધારે પ્રમાણમાં સેવન કરી શકો છો.