Health Women should be careful about cleaning the private part, which can lead to infection
  • Home
  • Featured
  • મહિલાઓએ ખાસ રાખવી જોઇએ પ્રાઇવેટ પાર્ટની સ્વચ્છતા, થઇ શકે છે ઇન્ફેક્શન

મહિલાઓએ ખાસ રાખવી જોઇએ પ્રાઇવેટ પાર્ટની સ્વચ્છતા, થઇ શકે છે ઇન્ફેક્શન

 | 12:24 pm IST

વરસાદની ઋતુમાં બીમારીઓનો ખતરો તો રહે છે જે સાથે જ આ ઋતુમાં ભેજના કારણે કેટલીક સમસ્યાઓ થઇ શકે છે. જેમાથી એક છે મહિલાઓમાં થતા પ્રાઇવેટ પાર્ટનું ઇન્ફેક્શન.. વરસાદમાં પ્રાઇવેટ પાર્ટમાં ઇન્ફેક્શન થવાનો ખતરો સૌથી વધારે રહે છે. આ ઋતુમાં મહિલાઓ વધારે સાવધાની રાખવી જોઇએ. જેમા ખાસ કરીને પ્રાઇવેટ પાર્ટની સ્વચ્છતા પર ધ્યાન આપવું જોઇએ. ભેજના કારણે બેક્ટેરિયા, જીવાતનો પ્રકોપ વધી જાય છે. મહિલાઓમાં કેટલીક વખત ઇન્ફેક્શન થવાનું કારણ આ જ હોય છે. આ દરમિયાન જરૂરિયાતથી વધારે ડિસ્સાર્જ અને સેક્સ સમય દુખાવો થવો તેનું મુખ્ય કારણ હોય શકે છે.

રોજ કરો પ્રાઇવેટ પાર્ટની સ્વચ્છતા

આપણા શરીરની સ્વચ્છતાની જેમ પ્રાઇવેટ પાર્ટની કાળજી લેવી પણ ખૂબ જરૂરી હોય છે. તેને બિલકુલ નજરઅંદાજ ન કરવી જોઇએ. રોજ સ્વચ્છતાનું ધ્યાન રાખવાથી તમે ઇન્ફેકશનથી બચી શકો છો. જેથી દિવસમાં બે વખત પ્રાઇવેટ પાર્ટની સફાઇ કરવાની આદત પાડો.

અંડર ગારમેન્ટનું ધ્યાન રાખો

વરસાદના કારણે પ્રાઇવેટ પાર્ટની આસપાસ ભેજ રહે છે. જેથી ઇન્ફેક્શન થવાનો ડર રહે છે. જેથી સૂતરાઉ અંડરગારમેન્ટ્સ પહેરવાની આદત પાડો. સુતરાઉ અંડરગારમેન્ટ ભેજને શોષી લે છે અને હવાનું આવન જાવન સહેલાઇથી થાય છે. કોઇ કારણથી જો અંડર ગારમેન્ટ ભીના થઇ જાય છે તો તેને વધારે સમય સુધી પહેરીન ન રાખવા. ભીના અંડરવેર પહેરવાથી બેક્ટેરિયા થવા લાગે છે અને ઇન્ફેક્શન થવું સામાન્ય વાત છે.

સેક્સ કર્યા પછી

સેક્સ કર્યા પછી તમે તમારા પ્રાઇવેટ પાર્ટની બરાબર સ્વચ્છતા કરો, જે ઇન્ફેક્શનની સંભાવના ઓછી કરી દે છે. ઇન્ટરકોર્સ કર્યા પછી જો તમે શાવર લો છો તો તે સારી વાત છે. દર વખતે સાબુથી પ્રાઇવેટ પાર્ટને ધોવાની જરૂરત નથી. કારણકે તેનાથી પ્રાઇવેટ પાર્ટમાં ડ્રાયનેસ વધે છે.

કોન્ડોમનો કરો ઉપયોગ

કોન્ડોમના પ્રયોગથી વજાઇનાનું પીએચ લેવલ યોગ્ય રહે છે. સેક્સ કરતા સમયે સુરક્ષાનો ઉપયોગ હંમેશા લાભદાયક હોય છે. જે કેટલાક પ્રકારના સંક્રમણને ફેલાવવાથી રોકે છે.

પીરિયડ પર ધ્યાન ન આપો

પીરિયડનો સમય ઇન્ફેક્શન માટે સૌથી વધારે ખતરનાક હોય છે. આ સમયે દરેક લોકોએ પોતાના પ્રાઇવેટ પાર્ટની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જોઇએ. વરસાદના દિવસમાં પેડના ભેજના કારણે તમને ખંજવાળ કે ચકામા જેવી સમસ્યાઓ થઇ શકે છે. જેથી આ વસ્તુઓથી બચવા માટે સમય-સમય પર સ્વચ્છતા કરવી જરૂરી છે. જેથી દર 4 કલાકે સેનેટરી નેપકિનને જરૂરથી બદલવા જોઇએ.

આ પણ જુઓ : અમદાવાદના RTOમાં વહેલી સવારથી જ લાગી કતારો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન