Health Working On Laptop For Long Time Leads To Health Problems
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વર્ક ફ્રોમ હોમને કારણે વધી રહી છે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ

વર્ક ફ્રોમ હોમને કારણે વધી રહી છે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ

 | 6:12 pm IST
  • Share

  • એક જ સ્થિતિમાં બેસીને કામ કરવાથી થાય છે શરીરને નુકશાન

  • આમ કરવાથી શરુ થાય છે કેટલીક શારીરિક સમસ્યાઓ

  • કમરના દુઃખાવા સહિત ફેફસા અને હૃદય પર પણ થાય છે અસર

સવારથી સાંજ સુધી એક જ સ્થિતિમાં બેસીને કોમ્પ્યુટર પર કામ કરવાથી શરીરને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. લેપટોપને ખોળામાં રાખીને કામ કરવાની આદત વધુ ખતરનાક છે કારણ કે ઘણી વખત લેપટોપ ખૂબ જ ગરમ થઈ જાય છે. આપણે લેપટોપ ખોળામાં રાખીને બેસીએ છીએ આ ગરમ થયેલું લેપટોપ ત્વચાને નુકસાન કરે છે. તો ચાલો આજે જાણીએ કે લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી આપણે કઈ સમસ્યાઓને આમંત્રણ આપીએ છીએ –

લેપટોપ પર કામ કરવાથી સ્વાસ્થ્યને થતી સમસ્યાઓ – 

સ્થૂળતા – જે લોકો લેપટોપ પર લાંબા સમય સુધી કામ કરે છે તેમનામાં સ્થૂળતાની સમસ્યા જોવા મળી રહી છે. કારણ કે કામ દરમિયાન આપણે માત્ર બેસી જ રહીએ છીએ અને બીજી પ્રવૃતિઓ નહિવત્ કરીએ છીએ, સાથે જ આપણે બેઠાં-બેઠાં ખાતા રહીએ છીએ.

આંખોને નુકસાન – લેપટોપ, કોમ્પ્યુટર અને મોબાઈલ પર સતત નજર રાખવાથી આંખો પર ખૂબ જ ખરાબ અસર પડે છે, ખાસ કરીને જ્યારે રાત્રે લાઇટ બંધ કર્યા પછી તેનો ઉપયોગ કરીએ ત્યારે સ્ક્રીનમાંથી નીકળતા બ્લુ રે આપની આંખોને નુકસાન પહોંચાડે છે.

કમરનો દુઃખાવો – લેપટોપ પર કામ કરતી વખતે આપણે જે રીતે બેસીએ છીએ, એનાથી કમર અને કરોડરજ્જુ પ્રભાવિત થાય છે અને ધીમે ધીમે ખભા, કમર અને હિપ્સમાં તીવ્ર દુઃખાવો શરૂ થાય છે. આ સિવાય તેની અસર સાંધા, પગ, ઘૂંટણ, કાંડા પર પણ થાય છે.

તણાવ – કોમ્પ્યુટર પર સતત કામ કરવાને કારણે લોકોને માથાના દુઃખાવાની ફરિયાદ પણ થવા લાગે છે. આ શરૂઆતમાં ગંભીર નથી હોતી પરંતુ જો તેની કાળજી ન લેવામાં આવે તો તે તણાવ, હતાશા અને બીજી માનસિક સમસ્યાઓનું કારણ બને છે.

ફેફસા અને હૃદય પર અસરો – આખો દિવસ બેઠેલા રહીને કામ કરવાથી પલ્મોનરી એમબોલિઝમ એટલે કે ફેફસામાં લોહીના ગંઠાવાની સમસ્યા બેગણી વધી જાય છે. જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો