Health You also have heavy bleeding during periods, this is the reason!
  • Home
  • Featured
  • પીરિયડ્સ દરમિયાન વધારે માસિક આવે છે તો જાણો તેના કારણ, આ વસ્તુથી રહો દૂર

પીરિયડ્સ દરમિયાન વધારે માસિક આવે છે તો જાણો તેના કારણ, આ વસ્તુથી રહો દૂર

 | 9:09 am IST

મહિલાઓ માટે પીરિયડ્સના તે 7 દિવસ ખૂબ ભારે હોય છે. ખાસ કરીને છોકરીઓ અને મહિલાઓ ઇચ્છે છે કોઇપણ રીતે આ સાત દિવસ નીકળી જાય. જેથી આ મુશ્કેલીથી છૂટકારો મળ્યો. જેનું કારણ છે કે પીરીયડ્સના દિવસોમાં થાક, ક્રેમ્પ્સ, બ્લોટિંગ અને મૂડસ સ્વિંગ્સ હોવા જેથી ખાસ કરીને મહિલાઓને બે ચાર થવું પડે છે. આ દરમિયાના આખા શરીરમાં દુખાવો અને એંઠન રહે છે. તે માનસિક સમસ્યાનું કારણ પણ બને છે. કેટલીક મહિલાઓને પીરિયડ્સ દરમિયાન વધારે પ્રમાણમાં બ્લીડિંગ પણ થાય છે. આવો જોઇએ તેની પાછળ કયા કારણ જવાબદાર હોય શકે છે.

આ સમસ્યા પાછળ અનેક કારણો જવાબદાર હોય શકે છે. પરંતુ કેટલીક વખત ખાણીપીણીની રીતમાં પણ તેનું રાજ છુપાયેલું હોય શકે છે. કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે જેનું તમે જરૂરિયાત કરતા વધારે સેવન કરો છો તો તમારે પીરિયડ્સ દરમિયાન વધારે બ્લીડિંગની સમસ્યાનો સામનો કરવો પડશે. આવો જોઇએ તે કઇ વસ્તુઓ છે.

મધથી વધશે સમસ્યા

મધ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે અને કે શરીરને ગરમ રાખે છે. પરંતુ પીરિયડ્સ દરમિયાન કોઇપણ રીતે તેનું સેવન કરવાથી વધારે બ્લીડિંગની સમસ્યા સામે આવી શકે છે. તેની ગરમ તાસીરના કારણથી તે પીરિયડ્સમાં બ્લડ વધારે આવી શકે છે.

બીટથી રહો દૂર

હીમોગ્લોબીને યથાવત રાખવા માટે કેટલાક ડોક્ટર્સ બીટ ખાવાની સલાહ આપે છે જે સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે. તેમા કેલ્શ્યિમ, આયરન, વિટામીન, પોટેશિયમ, ફોલિક એસિડ અને ફાઇબર પૂરતા પ્રમાણમાં રહેલા છે. તેને ખાવાથી શરીરમાં લોહી ઝડપથી બને છે. આજ કારણ છે કે પીરિયડ્સ દરમિયાન તેને ખાવાથી વધારે પ્રમાણમાં બ્લિડીંગની સમસ્યા રહે છે.

કૉફીથી રહો દૂર

પીરિયડ્સના દુખાવાને ઓછો કરવા માટે ઘણા લોકો કૉફી પીવાની સલાહ આપે છે. પરંતુ જો તમે પીરિયડ્સ દરમિયાન વધારે બ્લીડિંગ થાય છે તો કોફીનું સેવન કરવાથી તમારે દૂર રહેવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન