Health You will also be surprised to learn about the benefits of Amla winter
  • Home
  • Featured
  • આંબળાથી મળતા લાભ જાણીને તમે પણ ચોંકી જશો, શિયાળામાં કરો સેવન

આંબળાથી મળતા લાભ જાણીને તમે પણ ચોંકી જશો, શિયાળામાં કરો સેવન

 | 7:28 am IST

શિયાળામાં મળતા આંબળા અનેક ગુણોથી ભરપૂર હોય છે તેનો ઉપયોગ ન માત્ર ત્વચામાં ચમક લાવવા પરંતુ સ્વાસ્થ્યને લઇને અનેક ફાયદા થાય છે જેથી તેનો ઉપયોગ કરવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે શિયાળામાં આંબળાથી લાભ થાય છે.

શ્વાસની દુર્ગંધ

જે લોકોને ઘણી વખત શ્વાસમાંથી આવી દુર્ગંધનો અનુભવ થાય છે તે લોકોએ આંબળા ખાવા જોઇએ. સૂકા આંબળાના ટૂકડાને તમારા બેગમાં રાખો જ્યારે પણ શ્વાસમાં દુર્ગંધ આવવાની સમસ્યા હોય તો તમે 2-3 ટૂકડા આંબળા ચાવો. એન્ટી ઇન્ફલેમેન્ટરી તત્વોથી ભરપૂર આંબળા દુર્ગંધનું કારણ બનનારા બેક્ટેરિયાને ખતમ કરે છે તેનાથી શ્વાસમાં તાજગી આવે છે.

મોર્નિંગ સિકનેસ

પ્રેગનેન્સી દરમિયાન સવારે સૂઇને ઉઠવા પર મહિલાઓને ખૂબ સમસ્યા થાય છે. મોર્નિંગ સિકનેસથી બચવાનો એક બેસ્ટ ઉપાય આંબળાનું સેવન છે. સવારે જ્યારે ચક્કર કે ઉલટીનો અનુભવ થાય તો એક ટૂકડો કાચો કે સૂકા આંબળાનો મોંમાં રાખો.

પાચન ક્રિયા

પાચન માટે પણ આંબળા એક કુદરતી વસ્તુ છે. જો તમને અપચાની સમસ્યા રહે છે તો સૂકા આંબળાના 2-3 ટૂકડા ખાઓ જે ડાયજેસ્ટિવ ગોળીઓ અને એન્ટાઇસિડ દવાઓથી બેસ્ટ ઉપાય છે. આંબળા પાચન તંત્રમાં ગેસ્ટ્રિક લિક્વિડ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. આ લિક્વિડ પાચનની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

આ પણ જુઓ : નિત્યાનંદ આશ્રમનો શું હતું તેનો મોટો ખુલાસો સંદેશ ન્યૂઝ પાસે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન