How to know your baby left handed or right handed
  • Home
  • Featured
  • બાળક ડાબોડી થશે કે જમોડી, સ્તનપાન સાથે જોડાયેલું છે ખાસ રહસ્ય

બાળક ડાબોડી થશે કે જમોડી, સ્તનપાન સાથે જોડાયેલું છે ખાસ રહસ્ય

 | 11:20 am IST

તમારુ બાળકે મોટું થઇને જમણા હાથનો ઉપયોગ કરશે કે ડાબોડી બનશે તે આ વાત પર નિર્ભર કરે છે કે બાળકોને બ્રેસ્ટ ફીડિંગ કયા સમયે કરાવવામાં આવ્યું અને કેટલા સમય માટે કરવવામાં આવ્યું. એક શોધમાં માલૂમ પડ્યું છે કે બાળકને સ્તનપાન કે બ્રેસ્ટફીડિંગનો સમયકાળ તેના હાથ પર ઉપયોગ કરવા પર અસર કરી શકે છે.

સ્તનપાન કરતા બાળકો બને છે રાઇટી

યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં થયેલા એક અભ્યાસ અનુસાર, જે બાળકોએ બ્રેસ્ટ ફીડિંગ કર્યું હોય છે તેમાથી ડાબા હાથથી કામ કરનાર ઓછા લોકો જોવા મળ્યા. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે 9 મહીનાથી વધારે સમય સુધી સ્તનપાન કરનાર બાળકો જમણા હાથથી કામ કરે છે તો બીજી તરફ જાણવા મળ્યું કે જે બાળકોએ બોટલથી દૂધ પીધું તે લોકો ડાબા હાથથી કામ કરનારા મળ્યા.

1 મહિનાથી ઓછુ સ્તનપાન, ડાબોડી બનવાની આશંકા વધારે

આ અભ્યાસના પરિણામ એક પત્રિકામાં પ્રકાશિત થયેલી છે જેનાથી માલૂમ પડે છે કે જે બળકોને 6 મહિનાથી વધારે માતાનું દૂધ પીધું તેમનામાં ડાબોડી બનવાની આશંકા 22 ટકા ઓછી હતી. 1થી 6 મહીના સુધી માતાનું દૂધ પીનારા બાળકોમાં લેફ્ટી બનવાની આશંકા 15 ટકા ઓછી હતી. જ્યારે 1 મહિનાથી પણ ઓછું સ્તનપાન કરનારા બાળકોમાં લેફ્ટી બનવાની આશંકા માત્ર 9 ટકા ઓછી હતી. એટલે જે બાળકોને બ્રેસ્ટ ફીડિંગ ખૂબ ઓછા સમય માટે કર્યું અને વધારે સમય દૂધની બોટલથી દૂધ પીધું તે લોકોમાં ડાબો હાથ ઉપયોગમાં લેવાની સંભાવના વધારે હતી.

હાથ પર નિયંત્રણ કરનાર મગજનો ભાગ

જેનુ કારણ હોય શકે છે કે હાથ પર નિયંત્રણ કરનારના મગજનો ભાગ મગજના એક ભાગમાં સ્થિર કરવામાં આવે છે. શોધકર્તાઓએ જણાવ્યું કે સંભવ છે કે સ્તનપાનથી આ સ્તનપાનથી આ પ્રક્રિયા ગતિ પકડે છે. જેનાથી બાળક ડાબા કે જમણા હાથથી કામ કરવાનું નિર્ધારણ હોય છે. અભ્યાસ માટે શોધકર્તાઓને 62 હજાર 129માં અને બાળકોના જોડીને સામેલ કર્યા હતા.