NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • હેલ્થકેર અને શિક્ષણ GSTમાંથી બાકાત રખાયાં

હેલ્થકેર અને શિક્ષણ GSTમાંથી બાકાત રખાયાં

 | 2:57 am IST

શ્રીનગર :

દેશભરમાં ૧ જુલાઈથી અમલમાં આવી રહેલા ગુડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ-GST માટે શ્રીનગરમાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં શુક્રવારે તમામ પ્રકારની સર્વિસિસના દર નક્કી કરવામાં આવ્યા હતા. ગુડ્સની જેમ તમામ પ્રકારની સર્વિસિસ માટે ૪ સ્લેબમાં GSTના દર લાગુ પડશે, જેમાં જુદી જુદી સેવા માટે ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકાના સ્લેબ રાખવામાં આવ્યા છે, જોકે સોનું અને કેટલીક ચીજો પર કેટલો દર રાખવો તે ૩ જૂનના રોજ મળનારી બેઠકમાં નક્કી કરવામાં આવશે.

નાણાપ્રધાન જેટલીએ કહ્યું હતું કે હેલ્થકેર અને શિક્ષણને GSTમાંથી માફી આપવામાં આવી છે જ્યારે ફાઇનાન્શિયલ સર્વિસિસને ૧૮ ટકાના સ્લેબમાં રાખવામાં આવી છે. આને કારણે બેન્કિંગ, વીમો અને અન્ય નાણાકીય સેવા મોંઘી થશે. ફોનનાં બિલ મોંઘાં થશે અને લક્ઝરી હોટેલ્સ તેમ જ રેસ્ટોરાંમાં ભોજન લેવાનું મોંઘું બનશે. અલબત્ત મલ્ટિપ્લેક્સમાં સિનેમા જોવાનું થોડું સસ્તું થઈ શકે છે. બ્રાન્ડેડ કપડાં પહેરવાનું થોડું મોંઘું થઈ શકે છે. એપથી ટેક્સી બુક કરાવનાર પર ૫ ટકા ટેક્સ લેવાશે. જે સેવા પર હાલ ૧૫ ટકા ટેક્સ લેવામાં આવે છે તે સેવાઓને ૧૮ ટકાના સ્લેબમાં ખસેડવામાં આવી છે.

સરકારે મનોરંજન કરને સવર્સિટેક્સમાં વિલીન કર્યો છે. આમ હવે મનોરંજન કર અલગથી ઉઘરાવી શકાશે નહીં. લક્ઝરી સેવા પર હવે ૨૮ ટકાના દરે ટેક્સ લાગુ પડશે. કોલસો સસ્તો થતા હવે વીજળીનાં દર ઘટી શકે છે. સોનું તેમજ બાયોડીઝલની પ્રોડક્ટ તેમજ બીડી, સિગારેટ, ટેક્સ્ટાઇલ્સ, ફૂટવેર-પગરખાં, કૃષિ મશીનરી માટે ૩ જૂને મળનારી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવાશે.

કઈ સેવાઓને ઓછા ટેક્સ સ્લેબમાં રખાઈ?

રેલવે, એર અને ટ્રાન્સપોર્ટ સેવા માટે ૫ ટકાનો ઓછામાં ઓછો ટેક્સ રાખવામાં આવ્યો છે. પેટ્રોપેદાશોને હાલ GSTમાં રખાઈ નથી.

ટેલિકોમ અને ફાઇનાન્શિયલ સવર્સિ માટે કેટલો ટેક્સ?

પહેલાં ટેલિકોમ અને નાણાકીય સેવાઓ પર ૧૫ ટકા ટેક્સ હતો જેને હવે ૧૮ ટકાના ટેક્સના સ્લેબમાં લાવવામાં આવી છે આથી તેના પર ૩ ટકા ટેક્સ વધતાં આ સેવાઓ મોંઘી થશે.

ટ્રાવેલિંગ પર કેટલી અસર?

મેટ્રોમાં પ્રવાસ, લોકલ ટ્રેનમાં ટ્રાવેલ, ધાર્મિક પ્રવાસો. હજયાત્રાને GSTમાંથી બાકાત રખાયેલ છે, જોકે ઈકોનોમી ક્લાસ એર ટ્રાવેલ પર ૫ ટકા અને બિઝનેસ ક્લાસ પર ૧૨ ટકા GST લાગશે.

કાર ખરીદવાનું કેટલું મોઘું થશે?

હાલ નાની કારો પર ૧૨.૫ ટકા એક્સાઈઝ અને ૧૪.૫ ટકા વેટ સાથે ૨૭ ટકા ટેક્સ થાય છે તેને બદલે હવે ૨૮ ટકા જીએસટી અને ૧ ટકાથી ૩ ટકા સુધી સેસ લાગશે. હાલ ૧,૫૦૦ સીસીથી વધુ ક્ષમતાવાળી કાર પર ૪૧.૫ ટકાથી ૪૪.૫ ટકાનો ટેક્સ લાગે છે તેને બદલે ૨૮ ટકા જીએસટી અને ૧૫ ટકા સેસ લેવાશે. આમ કુલ ૪૩ ટકા ટેક્સ લાગશે. આમ મોટી કાર સસ્તી બની શકે છે.

પાન મસાલા અને ગુટખા

પાનમસાલા, ગુટખા, સિગારેટ, તમાકુ અને તમાકુની બનાવટો પર ૨૮ ટકા જીએસટી ઉપરાંત ૬૦ ટકા સેસ અને તમાકુ પર ૭૧ ટકાથી ૨૦૪ ટકા લેવી લેવામાં આવશે. ખૈની અને જર્દા પર ૧૬૦ ટકા સુધી સેસ લેવાશે. પ્રતિ ૧,૦૦૦ સિગાર પર ૨૧ ટકા કે ૪,૧૭૦ રૂપિયા એ બંનેમાંથી જે વધુ હોય તે ટેક્સ લેવાશે. બ્રાન્ડેડ ગુટખા પર ૭૨ ટકા સેસ લેવાશે. જ્યારે સિગારેટ્સ પર ૨૯૦ ટકા લેવી લેવાશે.

મોબાઈલ ફોન્સ

હાલ ભારતમાં બનતા ફોન પર ૭.૫ ટકાથી ૮ ટકા ટેક્સ લેવાય છે તે વધીને ૧૨ ટકા થશે આથી મોબાઈલ મોંઘા થશે. મોબાઈલ ફોનનું બિલ હાલ ૧૫ ટકા ટેક્સ લાગે છે તે વધીને ૧૮ ટકા થશે. જીએસટી પછી મોબાઈલનાં હેન્ડસેટની કિંમતમાં ૧૫થી ૨૫ ટકાનો વધારો થઈ શકે છે. વિદેશથી આયાત કરીને ભારતમાં વેચાતા ફોન પરની ડયૂટી ૧૭ ટકાથી ૨૭ ટકા ટકા હતી તે હવે ઘટીને ૧૨ ટકા થશે.

1
;