Recipe Healthy And Delicious sweet lassi made in home
  • Home
  • Featured
  • આજે જ ઘરે બનાવી પીઓ Healthy And Delicious મીઠી લસ્સી

આજે જ ઘરે બનાવી પીઓ Healthy And Delicious મીઠી લસ્સી

 | 12:16 pm IST

ગરમીઓ શરૂ થતા જ આપણને ઠંડા પીણા પીવાની ઈચ્છા થવા લાગે છે. ગરમીથી રાહતની સાથે સાથે આપણને ડીહાઈડ્રેશન થતા પણ બચાવે છે આ ઠંડા પીણા એમાય જો કોઈ આપણને ઠંડી ઠંડી મીઠી લસ્સીની ઓફર કરે તો ભાઈ વાત જામી જાય. સાંભળતાજ મોંમા પાણી આવી જાય તેવી આ ઠંડી ઠંડી લસ્સીને ખુબજ સરળતાથી ઘરે બનાવતા આજે આપણે શીખીશું. આજે આપણે પંજાબની ખુબજ લોકપ્રિય લસ્સીને બનાવતા શીખીશુ.

ઠંડી ઠંડી મીઠી લસ્સી બનાવવા જોશે સામગ્રી

દહીં- 3થી 4 ચમચી
દૂધ- 1/2 કપ
ખાંડ કે સાકર-3 ચમચી
એલચી પાવડર-એક ચમચી
કેસર-2થી 3 તાંતણા
ગુલાબજળ-1 ચમચી
પાણી-એક કપ

ઠંડી ઠંડી મીઠી લસ્સી બનાવવાની પદ્ધતિ

સૌથી પહેલા બ્લેન્ડરમાં દહી અને દૂધને નાંખીને સારી રીતે બ્લેન્ડ કરો. પછી તેમાં ખાંડ કે સાકર નાખી કેસરના તાંતણા નાખી ફરી બ્લેન્ડ કરો. જો લસ્સી ઘાટી લાગે તો પાણી સાથે રોજ વોટર નાખો. હવે આઇસ ક્યુબ નાખી લસ્સીને ચમચીથી હલાવો. હવે ઠંડી ઠંડી સર્વ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ લસ્સી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન