Healthy And Energetic Special Recipe Strawberry Shake Recipe
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શરીરને ફિટ અને એનર્જેટિક રાખવામાં મદદરૂપ છે સ્ટ્રોબેરી શેક, જાણો રેસિપી

શરીરને ફિટ અને એનર્જેટિક રાખવામાં મદદરૂપ છે સ્ટ્રોબેરી શેક, જાણો રેસિપી

 | 6:28 pm IST
  • Share

સ્ટ્રોબેરીમાં ઘણા એવા વિટામિન અને મિનરલ્સ હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સ્ટ્રોબેરી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ ત્વચા માટે પણ ફાયદાકારક હોય છે. આ સિવાય સ્ટ્રોબેરી સ્ટ્રેસને દૂર રાખવામાં પણ મદદ કરે છે. તેનો શેક શરીરને ફિટ અને એનર્જેટિક રાખે છે. સ્ટ્રોબેરીના આટલા સ્વાસ્થ્યને લગતા ફાયદાઓ જાણીને તમને પણ સ્ટ્રોબેરી શેક પીવાની ઈચ્છા થઈ હોય તો જાણી લો આ રેસિપી –

સામગ્રી:

  • 1 કપ સ્ટ્રોબેરી
  • 2 ગ્લાસ ઠંડુ દૂધ
  • 2 ચમચી ખાંડ
  • 2 ચમચી વેનીલા આઈસ્ક્રીમ

 

રીત:

સૌથી પહેલા સ્ટ્રોબેરીને સારી રીતે ધોઈ લો અને નાના ટુકડા કરી લો. હવે બ્લેન્ડર જારમાં દૂધ, સ્ટ્રોબેરી અને ખાંડ નાખો અને તેને સારી રીતે બ્લેન્ડ કરી લો. હવે તેને એક ગ્લાસમાં કાઢીને ઉપર વેનીલા આઈસ્ક્રીમ મુકો અને સર્વ કરો. સ્ટ્રોબેરી શેક તૈયાર છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો