NIFTY 10,321.75 +12.80  |  SENSEX 33,314.56 +63.63  |  USD 65.1600 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • જો ફોલો કરશો આ ટિપ્સ, તો ક્યારે નહિં આવે હાર્ટ એટેક

જો ફોલો કરશો આ ટિપ્સ, તો ક્યારે નહિં આવે હાર્ટ એટેક

 | 3:32 pm IST

જેમ-જેમ ટેકનોલોજીનો વિકાસ થઇ રહ્યો છે, તેની સાથે-સાથે લોકોની લાઇફ સ્ટાઇલમાં પણ પરિવર્તન આવવા લાગ્યું છે. ભારતમાં આશરે 3 કરોડની આસપાસ હૃદયરોગના દર્દીઓ છે અને દર વરસે લગભગ 2 લાખ જેટલી હાર્ટ સર્જરી થાય છે. પહેલા આ સમસ્યા વૃદ્ધ લોકોમાં વધારે જોવા મળતી, પરંતુ હવે જુવાન તથા નાની ઉંમરના બાળકોમાં પણ આ સમસ્યા જોવા મળે છે. તો જાણી લો તમે પણ હૃદયને સ્વસ્થ રાખવાના માટેની આ કેટલીક ટિપ્સ વિશે…

  • જમવાનું બનાવવામાં ઓલિવ ઓઇલનો ઉપયોગ વધુ માત્રામાં કરવો જોઇએ.
  • મેદમય વ્યક્તિ માટે પણ ખોરાક બનાવવામાં સિંગતેલ કે બીજા કોઇ તેલનો ઉપયોગ બંધ કરી ઓલિવ ઓઇલ લેવું જોઈએ.
  • ખાસ કરીને ૪૦ વર્ષથી ઉપરની વ્યક્તિએ સારી ઊંઘ અનિવાર્ય છે.
  • અપૂરતી ઊંઘ થવાથી શરીરમાંથી સ્ટ્રેસ હોર્મોન્સ બહાર નીકળે છે, જે ધમનીઓને બ્લોક કરી દે છે અને બળતરા ઉતપન્ન કરે છે.
  • ગ્રીન-ટીમાં એન્ટિઓક્સિડેન્ટ છે. જે કોલેસ્ટેરોલ ઓછું કરે છે. તેમજ લોહીના દબાણ( બ્લડ પ્રેશર ) ને નિયંત્રણમાં રાખે છે.
  • રિસર્ચ મુજબ જાણવા મળ્યું કે જેટલો ફયબરયુક્ત ખોરાક લેવામાં આવે એટલો જ હૃદયરોગ કે હાર્ટ એટેકની શક્યતાઓ ઘટી જાય છે.
  • વધુ માત્રામાં બિન્સ, સૂપ અને સલાડનો ભોજનમાં ઉપયોગ કરવો.
  • નાસ્તામાં ફ્રૂટ જ્યૂસ લેવા.
  • નારંગીના જ્યૂસમાં ફેલિક એસિડ હોય છે, જે હાર્ટ એટેકના જોખમને ઓછું કરે છે.
  • દ્રાક્ષના જ્યૂસમાં ફ્લેવોનોઇડ અને રેસવેરાટ્રોલ હોય છે જે ધમનીને બ્લોક કરતાં ગંઠનને ઓછું કરે છે.
  • ખાંડ નાંખ્યા વિના તાજા ફળોનું જ્યુસ પીવું ઉત્તમ છે.
  • જો તમે રોજ નિયમિત 20 મિનિટ સુધી કસરત કરતાં હોવ તો તમને હાર્ટ એટેક થવાની શક્યતા ઘટી જાય છે