healthy snack recipe granola bars recipe
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • સુકા મેવાથી ભરપૂર ગ્રેનોલા બાર્સ, નાસ્તાના બદલે ખાઓ, પેટ ભરેલું રહેશે

સુકા મેવાથી ભરપૂર ગ્રેનોલા બાર્સ, નાસ્તાના બદલે ખાઓ, પેટ ભરેલું રહેશે

 | 10:50 am IST
  • Share

ઘણીવાર આપણી પાસે નાસ્તો કરવાનો સમય રહેતો નથી અને પછી આપણને જલ્દી ભૂખ લાગી જાય છે. એવા સમયે જો આપણે નાસ્તો કરવા બેસીએ તો જમવાનું બગડે છે. એટલે એવા સમયે ખાવા માટે ઘરે જ બનાવો હેલ્ધી ગ્રેનોલા બાર્સ, નોંધી લો રેસિપી 

સામગ્રી:

  • 3/4 કપ ચૂરો કરેલા કોર્નફ્લેક્સ 
  • 3/4 કપ ક્વિક રોલ્ડ ઓટ્સ 
  • 1/2 કપ મિક્સ મેવો (બદામ, પિસ્તાં, અખરોટ, કાજૂ), બારીક કાપેલો 
  • 2 ટેબલ સ્પૂન ચારમગઝ 
  • 1 ટેબલસ્પૂન કિસમિસ 
  • 1 કપ-સાકર 
  • તેલ-ચીકણું કરવા માટે

રીત :

1. ઓટ્સ, મેવો અને ચારમગઝને થોડા શેકવા અને ઠંડા થવા માટે બાજુમાં મૂકી દેવા.

2. જ્યારે ઠંડા થઈ જાય ત્યારે કોર્નફ્લેક્સ, શેકેલા ઓટ્સ, ચારમગઝ, મેવો અને કિસમિસને મિક્સ કરવાં.

3. એક જાડા તળિયાવાળા પૅનમાં સાકર નાખવી. પછી ધીમા તાપે તેને પિગાળવી અને એકસરખું હલાવતાં રહેવું. જ્યાં સુધી સાકરનો રંગ આછો બ્રાઉન ન થઈ જાય

4. ગેસ પરથી ઉતારી લેવી અને બાકીની સામગ્રી નાંખવી અને બરાબર મિક્સ કરવી.

5. આ મિશ્રાણને આરસપહાણ અથવા પથ્થરની ચીકણી કરેલી સપાટી પર નાંખવું.

6. એક ચીકણા કરેલા મોટા વેલણથી હલકે હાથે વણીને લગભગ 200 મિમી./200 મિમી. (8’/8′) નો એક જ ચોરસ ટુકડો બનાવવો.

7. જ્યારે તે સહેજ ગરમ હોય ત્યારે જ 25 મિમી./100 મિમી. (1’/4′)ના લંબચોરસ ટુકડા કાપી લેવા. હવાબંધ બરણીમાં ભરીને રાખવા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો