Healthy Snack recipe Oats Tikki recipe
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વજનને નિયંત્રિત કરશે હેલ્ધી ઓટ્સ ટિક્કી, જાણો રેસીપી

વજનને નિયંત્રિત કરશે હેલ્ધી ઓટ્સ ટિક્કી, જાણો રેસીપી

 | 6:45 pm IST
  • Share

સ્વસ્થ રહેવા માટે હેલ્ધી નાસ્તામાં, મોટાભાગના લોકો બાફેલી અથવા ઓછા તેલવાળી વસ્તુઓ ખાય છે. કેટલીકવાર દરરોજ હેલ્ધી વસ્તુઓ ખાધા પછી, ક્યારેક કંઈક મસાલેદાર ખાવાનું મન પણ થાય છે. તો આજે તમને જણાવીએ ઓટ્સ ટિક્કી બનાવવાની રેસિપી, જે હેલ્ધી અને ટેસ્ટી બંને જ છે. આ વાનગી ખાવા સ્વાસ્થ્ય માટે સારો વિકલ્પ છે. ઓટ્સ ટિક્કી બનાવવાની રીત જાણીએ.

સામગ્રી

  • 1/2 કપ પીસેલા ઓટ્સ
  • 1/2 કપ પનીર
  • 1/2 કપ વટાણા
  • 1/2 કપ ગાજર
  • 1 ચમચી લીલું મરચું
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી ધાણા પાવડર
  • 1/2 ચમચી કાળા મરી
  • મીઠું સ્વાદ અનુસાર

રીત

સૌ પ્રથમ, પીસેલા ઓટ્સ લો અને એક બાઉલમાં પનીર, ગાજર, વટાણા, લીલા મરચાં અને બધા મસાલા સાથે નાખો. આ બધાને એકસાથે મિક્સ કરો લોટ બાંધો. તેને 10 મિનિટ માટે રહેવા દો. આ પછી, તવા પર થોડું તેલ ગરમ કરો અને ઓટ્સના કણકમાંથી નાની ટિક્કી બનાવો અને તેને એક પેનમાં તળી લો. જ્યારે બંને બાજુથી ટિક્કી ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે તેને બહાર કાઢી સર્વ કરો.

ઓટ્સને બદલે, તમે પૌંવાને પીસીને તેનો પાવડર પણ વાપરી શકો છો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો