આ સૂપ એક અઠવાડિયામાં જ તમારું 10 કિલોગ્રામ વજન ઘટાડી દેશે, નોંધી લો રેસિપી - Sandesh
  • Home
  • Food & Travel
  • આ સૂપ એક અઠવાડિયામાં જ તમારું 10 કિલોગ્રામ વજન ઘટાડી દેશે, નોંધી લો રેસિપી

આ સૂપ એક અઠવાડિયામાં જ તમારું 10 કિલોગ્રામ વજન ઘટાડી દેશે, નોંધી લો રેસિપી

 | 4:23 pm IST

તમે વધતા વજનથી પરેશાન છો? તો તમે કેટલીક ખાવાની વસ્તુઓને તરછોડી રહ્યાં છો? તો હવે વધુ ટેન્શન ના કરો. અમે લાવ્યા છે તમારા માટે એક ખાસ સૂપની રેસિપી. જે એક સપ્તાહની અંદર તમારું 10 કિલોગ્રામ વજન ઘટાડી શકે છે…

સામગ્રી:
– 3 ટમાટર
– 1 ગુચ્છો કાપેલી સિલેરી
– 3 સ્લાઇસ ગાજર
– 1 મોટી કોબીજ
– 6 લીલી ડુંગળી
– અડધો વાટકો ફણસી
– સ્વાદાનુસાર મીઠું
– સ્વાદાનુસાર મરી પાવડર
– દોઢ કપ પાણી

રીત:
તમામ શાકભાજી ઝીણું સમારી લો અને મીઠું અને મરી પાવડર નાંખી વ્યવસ્થિત રીતે મિક્સ કરીને એક વાસણમાં મૂકો. ફુલ આંચમાં તમામ શાકભાજીઓ દોઢ કપ પાણીની સાથે પેનમાં ઉકાળો. ત્યારબાદ ધીમી આંચ કરીને શાકભાજી મુલાયમ થાય ત્યાં સુધી ચઢવા દો. હવે સૂપ થોડોક ઠંડો થયા બાદ સર્વ કરો.

નોંધ:
આ સૂપ પીતા પહેલાં બ્રેડ, પાસ્તા કે કોઇપણ પ્રકારની વસ્તુ ખાવી નહીં. તેની સાથે કોલ્ડ્રિંક્સ પણ ના પીવો.