hearing-in-london-court-related-to-extradition-of-vijay-mallya
  • Home
  • Business
  • માલ્યા પ્રત્યાર્પણ મામલો, બ્રીટેનની કોર્ટમાં સુનાવણી ચાલુ મંબઈની કોર્ટનો દેખાડ્યો વીડિયો

માલ્યા પ્રત્યાર્પણ મામલો, બ્રીટેનની કોર્ટમાં સુનાવણી ચાલુ મંબઈની કોર્ટનો દેખાડ્યો વીડિયો

 | 3:36 pm IST

ભારતમા બેન્કોને લગભગ 9 હજાર કરોડનો ચુનો ચોપડી ભાગેડુ વિજય માલ્યાએ આજે બ્રિટેનની કોર્ટમાં પ્રત્યાર્પણ કેસમાં મહત્વપૂર્ણ સુનવણી ચાલી રહી છે. માલ્યા લંડન સ્થિત વેસ્ટમિન્સ્ટરમાં કોર્ટમાં હાજર થયો છે. કોર્ટમાં ભારતીય અધિકારી મુંબઈની જેલમાં માલ્યાને રાખવાનો સેલનો વીડિયો રજૂ કરશે. માલ્યાના વકીલે જણાવ્યુ હતુ કે કોર્ટમાં આ વીડિયો ન બતાવવો. જજે તેના જવાબમાં કહ્યુ કે મે આ વીડિયો ત્રણવાર જોયો છે.

બ્રિયનની કોર્ટે માંગ્યો હતો વીડિયો. ભારતની જેલની હાલત બહુજ ખરાબ છે, આથી તેમને ભારત ન સોંપાય. પ્રત્યાર્પણથી બચવા કરેલી આ દલીલ પછી બ્રીટીશ કોર્ટે ભારતીય અધિકારીઓ પાસેથી જેલનો વીડિયો માંગ્યો હતો.

કિંગફિશર એયરલાઇનના 62 વર્ષના પ્રમુખ ગત વર્ષથી પ્રત્યાર્પણ વૉરંટ બાદ જામીન પર છે. ભારતમાં માલ્યા પર 9,000 કરોડની છેતરપીંડિનો મની લોન્ડ્રીંગનો આરોપ છે.આ પહેલા વેસ્ટમિન્સ્ટર જજે કોર્ટમાં જજ એમા અર્બુથનાથે કહ્યુ કે શંકાને દુર કરવા ભારતીય અધિકારીઓ આર્થર રોડ બેરક નં-12નો વીડિયો રજૂ કરે. આ વીડિયો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.