હદય હુમલા કરતા તૂટેલું દિલ વધુ જોખમી : બ્રેકઅપ થયેલા લોકો વધુ તણાવગ્રસ્ત - Sandesh
  • Home
  • Health & Fitness
  • હદય હુમલા કરતા તૂટેલું દિલ વધુ જોખમી : બ્રેકઅપ થયેલા લોકો વધુ તણાવગ્રસ્ત

હદય હુમલા કરતા તૂટેલું દિલ વધુ જોખમી : બ્રેકઅપ થયેલા લોકો વધુ તણાવગ્રસ્ત

 | 7:47 pm IST

પ્રેમમાં નિષ્ફળ જતા દિલ તૂટી જાય છે. વ્યક્તિ પર થતા હદય હુમલા કરતા તૂટેલું દિલ વધુ જોખમી છે એવું તાજેતરમાં થયેલા એક અભ્યાસમાંથી જાણવા મળ્યું છે. લંડનમાં આશરે ૩ હજાર યુવાઓ પર સરવે કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ બ્રોકન હાર્ટ સિન્ડ્રોમથી પીડાતા હતા. જેવી રીતે લાગણીને આઘાત પહોંચાડનારી ઘટનાથી હદયરોગ કે હુમલાનો ઝટકો આવી શકે છે તેમ બ્રોકન હાર્ટ તેનાથી વધુ જોખમી સાબિત થયું છે. સંશોધનકર્તાએ દાવો કર્યો છે કે, આવી વ્યક્તિ નિરાશાથી અને એકલતાનો શિકાર બની જાય છે.

યુવાઓમાં બ્રેકઅપ થતા તેઓ શોકમગ્ન થઇ જાય છે જેના કારણે એક માનસિક તાણ અનુભવાય છે. અથવા એવી કોઇ ઘટનાના લીધે એકાએક આઘાત લાગતા દિમાંગમાં સ્ટ્રેસ ફીલ થાય છે. આ બંને ઘટનાથી વ્યક્તિનું હદય સતત એક ફફડાટથી ધબકે છે અને નબળું પડતું જાય છે. જ્યારે ડોક્ટરની તપાસ પછી જાણવા મળે છે કે, સ્થિતિ સામાન્ય છે ત્યાં સુધીમાં ઘણો સમય વહી ગયો હોય છે. થોડા સમયનો આઘાત હદયને ક્યારેક કાયમી નબળું પાડી જાય છે, ક્યારેક હદય હુમલો નોતરે છે.

બે વર્ષના અભ્યાસ બાદ યુવાઓમાં બ્રોકન હાર્ટ સિન્ડ્રોમનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતંુ. તેમના હદયની તપાસમાં એક વખત લાગેલો આઘાતથી હદય નબળું પડી ગયું હોવાનું સામે આવ્યું હતું. કેટલાક હદયરોગથી પણ પીડિત હતા.

આઘાતમાંથી ઊંભું થવું અનિવાર્ય અન્યથા કાયમી બીમારી

સંશોધકોએ દાવો કર્યો હતો કે, કોઇ પણ આઘાતમાંથી ઝડપથી બહાર નીકળવું જોઇએ. કારણ કે તે સીધું હદયને અસર કરે છે. બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ લાંબા ગાળે માઠી અસર કરે છે. જેના કારણે વ્યક્તિનું મન બીજે પરોવાતું નથી. ક્યારેક વ્યક્તિ કાયમી બીમારીને નોતરે છે. વ્યક્તિ સ્પોર્ટસ કે કસરત સંબંધી પ્રવૃત્તિ કરે તે જરૂરી છે કારણ કે તેનાથી હદય સ્વસ્થ રહે છે અને આઘાતને ધીમે ધીમે ટાળી શકાય છે.