અજગરને પણ ઠંડી લાગી, કાચબા પણ તાપણા પાસે આવી ગયા, જુઓ ઝૂમાં કેવી કેવી વ્યવસ્થા કરાઈ - Sandesh
  • Home
  • Ahmedabad
  • અજગરને પણ ઠંડી લાગી, કાચબા પણ તાપણા પાસે આવી ગયા, જુઓ ઝૂમાં કેવી કેવી વ્યવસ્થા કરાઈ

અજગરને પણ ઠંડી લાગી, કાચબા પણ તાપણા પાસે આવી ગયા, જુઓ ઝૂમાં કેવી કેવી વ્યવસ્થા કરાઈ

 | 9:38 am IST

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે માનવીઓ માટે ઠંડીથી બચવું અઘરું પડે છે. તો અબોલ પશુ પક્ષીઓને પણ ઠંડીથી બચવા માટે ઝઝૂમવું પડતું હોય છે. ત્યારે શહેરમાં ઠંડીના કારણે વાતાવરણમાં બદલાવ આવતા હોય છે. ત્યારે કાંકરિયા ખાતે આવેલ કમલા નેહરુ પ્રાણીસંગ્રહાલયમાં પશુપક્ષીઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

શિયાળાનો પ્રારંભ થતા જ અમદાવાદના કમલાનહેરુ પ્રાણીસંગ્રાહાલયમા પશુપક્ષીઓ માટે હીટર મુકવામા આવ્યા છે. જેના કારણે વાઘ, સિંહ, તેમજ સરીસૃપ પ્રાણીઓને વધુ ઠંડીની અસર ના થાય. બીજી તરફ પક્ષીઓના પાંજરામાં માટલાની અંદર બલ્બ લગાવામાં આવ્યા છે, જેથી તેઓના પાંજરામાં ઠંડીનો અહેસાસ ના થાય.

સામાન્ય દિવસોમાં આ પ્રાણીઓ ૧૨ થીં ૧૫ કિલો ખોરાક લેતા હોય છે. જ્યારે કે, ગરમીના દિવસોમાં તેઓ ૮ થી ૧૦ કિલો ખોરાક લેતા હોય છે. પરંતુ ઠંડીમાં તેઓનો ખોરાક વધી જતો હોય છે. જેમાં હરણ ઘાસ તેમજ દાણા ખાતા હોય છે, તેમાં વધારો કરવામાં આવે છે. સાથે જ પક્ષીઓનું ચણ પણ વધારવામાં આવે છે. જેથી શિયાળામાં તેમના ખોરાક પર અસર ના પડે. દર વખતની જેમ આ વર્ષે પણ પશુપક્ષીના રક્ષણ માટે ઝૂમાં હીટરની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી પશુ પક્ષીઓ ઠંડીથી રક્ષણ મેળવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન