Heat May Slow Corona Virus But Unlikely Rain Effect Weather In India
  • Home
  • Corona live
  • ગરમી કોરોનાને ધીમો કરશે…આશા પર ફરી વળ્યું ‘પાણી’, હવામાન વિભાગે કરી મોટી આગાહી

ગરમી કોરોનાને ધીમો કરશે…આશા પર ફરી વળ્યું ‘પાણી’, હવામાન વિભાગે કરી મોટી આગાહી

 | 7:50 am IST

કેટલાંક અભ્યાસો પરથી તારણ નીકળતું હતું કે કોવિડ-19નું સંક્રમણ ધીમું થઇ શકે છે. ત્યારબાદ કેટલાંક ભારતીયો ગરમીની શરૂઆત માટે પ્રાર્થના કરી રહ્યા છે. પરંતુ તેમની આશા પર પણ પાણી ફરી વળી શકે છે. કારણકે હવામાન વિભાગના પૂર્વાનુમાનો પરથી અંદાજો લગાવાય છે કે ગરમીની શરૂઆતની સંભાવના ખૂબ જ ઓછી છે.

હવામાન વિભાગના મતે ભારતના મોટાભાગના વિસ્તારમાં આવતા બે સપ્તાહ સુધી તાપમાન સામાન્યથી ઓછું રહેવાની સંભાવના છે. આવતા 28 દિવસના પૂર્વાનુમાન પરથી ખ્યાલ આવે છે કે એપ્રિલના બીજા સપ્તાહના મધ્યમાં ભારતમાં પારો 40 ડિગ્રી આસપાસ પહોંચવાની સંભાવના છે. આપને જણાવી દઇએ કે ઉત્તરની સરખામણીમાં દક્ષિણ અને મધ્ય ભારતમાં ગરમી પહેલાં પડે છે કારણ કે ભૂમધ્ય રેખાની નજીક છે.

આઇએમડીના પ્રમુખ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે ઉત્તર અને મધ્ય ભારતના કેટલાંક ભાગમાં આવતા બે-ત્રણ દિવસમાં પશ્ચિમી હવાઓની સાથે વરસાદની સંભાવના છે. એટલું જ નહીં આવતા સપ્તાહે પણ ઉત્તર ભરતમાં વરસાદ પડવાની સંભાવના છે.

મહાપાત્ર એ કહ્યું કે આવતા બે સપ્તાહમાં ભારતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનામાં ઉલ્લેખનીય ઘટાડો થવાની આશા ઓછી છે. તાજેતરમાં જ મેસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા વિશ્લેષ્ણ પરથી ખબર પડી કે કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર એ જગ્યાઓ પર ધીમો છે જ્યાં હવામાન ગરમ છે. જો કે આ અભ્યાસની કોઇ સમીક્ષા કરી નથી.

આ વીડિયો પણ જુઓ : સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન